
કોલકાતાઃ કોલકાતા અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આજે આઈપીએલની 39મી મેચ રમાઈ હતી, જેમાં પહેલી બેટિંગમાં ગુજરાતે 20 ઓવરમાં 198 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સ વતીથી શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોશ બટલરે આક્રમક ઈનિંગ રમતા મજબૂત સ્કોર કર્યો હતો, જ્યારે કેકેઆરની ટીમે શરૂઆત મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ પહેલી ઓવરમાં વિકેટ ગુમાવી હતી ત્યાર પછી તબક્કાવાર વિકેટ ગુમાવતા કેકેઆર દબાણ આવ્યું હતું પરિણામે મેચ (39 રનથી હાર્યું) ગુમાવી હતી.
પહેલી ઓવરમાં ધબડકો
કેકેઆર વતીથી પહેલી ઓવર મોહમ્મદ સિરાજે આર ગુરબાઝની લીધી હતી. એના પછી કેપ્ટન અજિંક્ય રહાણે અને સુનિલ નરેને મજબૂત પ્રદર્શન કર્યું હતું. પણ એ વધુ ટક્યું નહોતું. છઠ્ઠી ઓવરમાં રશીદ ખાને સુનિલ નરેનને આઉટ કર્યો હતો. સુનિલ નરેન 13 બોલમાં (1 સિક્સર અને 2 ચોગ્ગા સાથે) 17 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. કોલકાતાએ 43 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવ્યા પછી વિઘ્નેશ અય્યર રમતમાં આવીને ધીમી ગતિએ રમતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. સામે છેડે કેપ્ટન રહાણેએ 121 સ્ટ્રીઇક રેટથી રમવાનું ચાલુ રાખ્યું હતું પણ પાવર પ્લેમાં બે વિકેટ ગુમાવવાને કારણે કોલકાતા પર દબાણ આવ્યું હતું, કારણ કે સાત ઓવરમાં 50 રન બનાવ્યા હતા.
સાઈ કિશોરે મહત્વની વિકેટ ઝડપી
એના પછી બીજી બે ઓવરમાં કોલકાતા દબાણ રમતા બીજા 11 રન જોડતા 61 રન બનાવી શક્યું હતું. જ્યારે દસમી ઓવરમાં બીજા સાત રન જોડી શકયા હતા, જ્યારે બાકી 10 ઓવરમાં 131 રન કરવા માટે ટીમે કમર કસી હતી. ત્રીજી વિકેટની શોધમાં ગુજરાત વતી આર સાઈ કિશોરને વિકેટ મળી હતી, જ્યારે ટીમના 84 રનના સ્કોર પર અપ્યર 14 રને આઉટ થયો હતો.
વોશિંગ્ટન સુંદરે રહાણેને આઉટ કર્યો, અડધી સદી પાણીમાં
અય્યર પછી રિંકુ સિંહે શરૂઆત ઝંઝાવાતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ વોશિંગ્ટન સુંદરે કેપ્ટન રહાણેને આઉટ કરતા કોલકાતાને ફટકો પડ્યો હતો અને ચોથી વિકેટ પડી હતી. એના પછી પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે વિકેટ (રામનદીપ અને મોઇન અલી) ઝડપી હતી, જ્યારે રાશિદ ખાને એન્દ્રે રસેલની વિકેટ ઝડપી હતી. એના સિવાય તમામ બોલરને વિકેટ મળી હતી, જેમાં ઇશાંત શર્માએ રિંકુ સિંહની વિકેટ ઝડપી હતી. ગુજરાતના તમામ બોલરને વિકેટ મળી હતી. અંતે કોલકાતાએ 20 ઓવરમાં 8 વિકેટે 159 રન કરતા 39 રનથી ગુજરાત સામે હાર્યું હતું. આજની મેચમાં જીત સાથે ગુજરાત પોઇન્ટ ટેબલમાં મોખરે રહ્યું છે. હવે કેકેઆર માટે પ્લે ઓફ જવા માટે કપરા ચઢાણ રહશે.