અમરેલી

સૌરાષ્ટ યુનિવર્સિટીમાં બીકોમનું પેપર વોટ્સએપ પર લીક થયું, કેન્દ્ર બંધ કર્યું…

અમરેલીઃ પરીક્ષામાં ગેરરીતિની વાત હોય ત્યારે સૌથી પહેલા બિહારનું નામ લેવામાં આવે છે, પરંતુ આ દોરમાં હવે ગુજરાત પણ પાછળ નથી રહ્યું. કારણે કે, સરકારી ભરતીની પરીક્ષામાં ગેરરીતિ સાથે હવે યુનિવર્સિટીની પરીક્ષામાં પણ ગેરરીતી થવા લાગી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષા દરમિયાન અમરેલીની એમડી સીતાપરા કોલેજમાંથી ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબોના ફોટો વ્હોટ્સએપ ગ્રુપમાં ફરતા થઈ ગયા હતા.

શું વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષામાં ફોન લઈને બેસે છે?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોલેજની પરીક્ષામાં 10 વાગીને 30 મિનિટે વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યું હતું. પેપર આપ્યાના માત્ર 15 મિનિટમાં એટલે કે 10.45ની આસપાસ જવાબોના ફોટા ‘કોલેજ ફ્રેન્ડ’ વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ ગયા હતા. આખરે ચાલુ પરીક્ષામાં કેવી રીતે ફોટા વાયરલ થઈ ગયા? શું વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષામાં ફોન લઈને બેસે છે? કારણ કે, વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં લખેલા જવાબો ફોટો પાડી અને કોલેજ ફ્રેન્ડ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યાં હતાં. જો સમગ્ર બાબત જાણ થતાની સાથે કાર્યવાહી કરવામાં આવી અને પરીક્ષાને તાત્કાલિક અસરથી કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં જે લોકોએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમની ફરી પરીક્ષા લેવામાં આવશે. હવે અમરેલીની એસ.ડી. કોટક લો કોલેજમાં પરીક્ષા લેવામાં આવશે.

પેપરના જવાબાનો સ્ક્રીનશોટ વોટ્સએપમાં વાયરલ કરવામાં આવ્યાં
ચોંકાવનારી વાત એ છે કે, આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ત્રણ પેપરના જવાબો વાયરલ કરવામાં આવ્યાં હતાં. વિગતે વાત કરવામાં આવે તો, 17મી એપ્રિલે બિઝનેસ એકાઉન્ટ, 19મી એપ્રિલે પર્સનલ ટેક્સ પ્લાનિંગ અને 21મી એપ્રિલે બેંકિગ અને ફાયનાન્સના પેપરના જવાબાનો સ્ક્રીનશોટ વાઇરલ કરવામાં આવ્યાં હતાં. જે મામલે હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અનેક વખત આવી ગેરરીતિની ઘટનાઓ સામે આવી છે તેમ છતાં શા માટે યુનિવર્સિટી આંખ આડા કાન કરી રહી છે?

કોલેજનું પરીક્ષા કેન્દ્ર હાલ પૂરતું તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યુંઃ કુલસચિવ

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.રમેશ પરમારે જણાવ્યું કે, પરીક્ષામાં ગેરરીતિ થયાના ફરિયાદ મને વિદ્યાર્થી સંગઠનો દ્વારા થઈ હતી. જેથી પરીક્ષા વિભાગ દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર હાલ પૂરતું તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. વધુમાં કુલસચિવ ડૉ. રમેશ પરમારે કહ્યું કે, એમ.ડી. સીતાપરા કોલેજના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પરીક્ષા હવે અમરેલીની એસ.ડી. કોટક લો કોલેજમાં લેવામાં આવશે.

આપણ વાંચો : અમરેલીઃ બગસરામાં 40 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button