હોટ અને કાતિલ અદાઓથી ઈન્ટરનેટનો પારો ચઢાવ્યો આ અભિનેત્રીએ… વીડિયો થયો વાઈરલ

આજકાલની ટીવી કે ફિલ્મ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ હોય કે ના હોય પણ સોશિયલ મીડિયા પર તો તેઓ પોસ્ટ કરીને ફેન્સ સાથે સતત કનેક્ટ રહેવામાં એકદમ માસ્ટર હોય છે. આવી જ એક એક્ટ્રેસ છે અવનીત કૌર. અવનીત કૌર પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે પોતાની પોસ્ટથી ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં એક્ટ્રેસે ફરી પોસ્ટ કરીને ઈન્ટરનેટનો પારો ચઢાવ્યો હતો. આવો જોઈએ શું છે ખાસ અવનીતની પોસ્ટમાં…

અવનીત કૌરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયો હવે આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ આ વીડિયોની જ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોમાં અવનીત પોતાની બોલ્ડ અને દિલકશ અદાઓ દેખાડીને ડાન્સ કરી રહી છે.

ફેન્સ અવનીતનો, આ વીડિયો અને અંદાજ જોઈને એકદમ મદહોશ થઈ ગયા છે. ફેન્સની હાર્ટબીટ અવનીતને જોઈને એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. અવનીતના આ વીડિયો પર ફેન્સ કમેન્ટ્સ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ આ વીડિયો ના જોયો હોય તો અહીંયા જોઈ લો-
એક યુઝરે અવનીતના આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઉફફ આ કાતિલ અદાઓવાળી કૂડી પંજાબન… બીજી એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. આ સિવાય બીજા અનેક ફેન્સે અવનીતની આ પોસ્ટ પર હોટ ફાયર અને હાર્ટવાળી ઈમોજી શેર કરીને પ્રતિક્રિયા આપી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અવનીત કૌર છેલ્લે ગયા વર્ષે ફિલ્મ લવ કી અરેન્જ મેરેજમાં જોવા મળી હતી. અને ટૂંક સમયમાં જ તે લવ ઈન વિયેટનામમાં જોવા મળશે. આ સિવાય અવનીતનું નામ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને નેશનલ ક્રશ ગણાતા શુભમન ગિલ સાથે પણ જોડાઈ રહ્યું છે. આ પહેલાં શુભમનનું નામ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાઈ રહ્યું હતું, પણ હવે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે એવા મસાચાર સામે આવી રહ્યા છે. ત્યાર બાદથી લોકો શુભમનનું નામ અવનીત કૌર સાથે જોડી રહ્યા છે.