સુરત

બોલો, સુરતમાંથી બનાવટી શેમ્પુનું આખું ગોડાઉન પકડાયુંઃ 16 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત

સુરતઃ ગુજરાતમાંથી છાશવારે એક નવું નકલીનું કૌભાંડ પ્રકાશમાં આવે છે. અધિકારી, ખાદ્ય પદાર્થ અને હવે જાણીતી બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડર શેમ્પુના નામે નકલી શેમ્પુના કૌભાંજને પર્દાફાશ કરવામાં આવ્યો. સુરતમાં અમરોલી પોલીસે આવી રીતે નકલી શેમ્પુ વેચતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓ છેલ્લા છેલ્લાં આઠ વર્ષથી વરિયાવમાં ડુપ્લિકેટ શેમ્પુની બોટલ ઉપર જાણીતી કંપનીના સ્ટિકર લગાવીને પોર્ટલ ઉપર વેચાણ કરતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે ડુપ્લિકેટ શેમ્પુના 16 બોક્સ અને સ્ટિકર મળી 16.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આપણ વાંચો: જામનગરમાં હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાના ‘ષડયંત્ર’નો પોલીસે પર્દાફાશ કર્યો…

અમરોલી પોલીસે આ કૌભાંડના ત્રણ આરોપીઓની કરી ધરપકડ

મળતી વિગતો પ્રમાણે સુરતના અમરોલી વિસ્તારના હિલ્ટન બિઝનેસ હબમાં બીજા માળે એક ઓફિસમાં આ કૌભાંડ ધમધમી રહ્યું હતું. આરોપીઓ બ્રાન્ડ કંપનીના નામે નબળી ગુણવત્તા વાળા ડુપ્લિકેટ શેમ્પુની બોટલ પર સ્ટિકર લગાવી ઓનલાઈન દેશભરના માર્કેટમાં વેચાણ કરી રહ્યા હતા.

પોલીસે બાતમીના આધારે વોચ રાખીને રેડ પાડી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કૌભાંડમાં અમરોલી પોલીસે હિતેશ ધીરુભાઈ શેઠ, ફેક્ટરી ચલાવતા ડેનીશ વિરાણી અને જૈમીલ ગાબાણીની પણ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.

આપણ વાંચો: વૉટરગેટના પર્દાફાશ વચ્ચેય નિકસન ફરી પ્રમુખ બની ગયા…

લાલચ માટે એક બોટલ પર બીજી એક બોટલ ફ્રીમાં આપતા

નોંધનીય છે કે, આરોપીઓ વરિયાવના ગોડાઉનમાં જાણીતા ડુપ્લિકેટ શેમ્પુની બોટલો પર બ્રાન્ડેડ કંપનીના લેબલ મારીને ઓનલાઇન વેચાણ કરતા હતાં. ઓનલાઇન ઓર્ડર મુજબ ડિલિવરી દરમિયાન શેમ્પુની બોટલ પર બનાવટની તારીખ અને બેચ નંબર નહીં હોવાથી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

અસલી કંપનીના એક લિટર શેમ્પુની બોટલનો ભાવ 1199 છે. પરંતુ આરોપીઓ પણ એજ ભાવે ઓનલાઈન વેચતા હતાં પરંતુ લોકો લાલચ આપવા માટે એક બોટલ પર બીજી એક બોટલ ફ્રીમાં આપતા હતા. જેથી લોકો લાલચમાં આવીને વધારે ખરીદી કરતા હોય છે.

આપણ વાંચો: આખરે માતાની મમતા જીતી! 200 દિવસ બાદ મળ્યું જીવતું બાળક પણ પિતાનાં કારનામાનો થયો પર્દાફાશ

ઓનલાઈન વસ્તુઓ ખરીદો છો તો સાવધાન થઈ જજો!

જો તમે પણ દરેક વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનું રાખો છો, તો તમારે પણ સાવચેત રહેવાની જરૂરી છે. આવી તો અનેક વસ્તુઓ હશે જેમાં બ્રાન્ડના નામે તમને નકલી વસ્તુ પધરાવી દેવામાં આવતી હશે.

ઓનલાઈન ખરીદી કરવી અત્યારે ચિંતાજનક બની ગઈ છે. જો કોઈ સ્ટોલ પરથી વસ્તુની ખરીદી કરવામાં આવે અને તે વસ્તુ નકલી હોય તો તેની સામે ફરિયાદ પણ કરી શકાય પરંતુ ઓનલાઈન ખરીદેલી વસ્તુ માટે કોને ફરિયાદ કરવી? જેથી ઓનલાઈન વસ્તુઓ મંગાવતા પહેલા ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button