આમચી મુંબઈ

ઠંડું પાણી આપવાને બહાને ઘરમાં બોલાવી બાળકી સાથે કુકર્મ કરનારો પકડાયો…

મુંબઈ: બોરીવલીમાં ઠંડું પાણી આપવાને બહાને ચાર વર્ષની બાળકીને ઘરમાં બોલાવ્યા પછી તેની સાથે કથિત કુકર્મ કરવા બદલ પોલીસે પંચાવન વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ રામ લલિત યાદવ તરીકે થઈ હતી. ઘટના રવિવારની બપોરે બની હતી. સખત ગરમી હોવાથી બાળકીએ ઠંડું પાણી પીવા માગ્યું હતું. કહેવાય છે કે આરોપીએ બાળકીને પોતાના ઘરમાં બોલાવી કથિત જાતીય હુમલો કર્યો હતો.

બનેલી ઘટનાની કોઈને જાણ કરી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે, એવી ધમકી પણ આરોપીએ આપી હતી. ડરના માર્યા બાળકીએ આ અંગે વડીલોને જાણ કરી નહોતી, પરંતુ તેના બદલાયેલા વર્તનથી માતાને શંકા ગઈ હતી. બાળકી ડરેલી દેખાતી હતી અને વાતચીત કરવાનું ટાળી રહી હતી. માતાએ વિશ્ર્વાસમાં લઈ બાળકીની પૂછપરછ કરતાં તેણે હકીકત જણાવી હતી. વડીલોએ તાત્કાલિક એમએચબી પોલીસનો સંપર્ક સાધી યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધી યાદવની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)

આપણ વાંચો : દીનાનાથ મંગેશકર હોૅસ્પિટલ સંબંધી વિવાદ: બેદરકારી બદલ ડૉક્ટર વિરુદ્ધ ગુનો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button