IPL-GT VS KKR: કોલકાતાએ ટોસ જીતીને ગુજરાતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ

કોલકાતાઃ આઈપીએલ 2025ની 39મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ KKR (Kolkata Knight Riders) Gujarat Titans (GT)ની વચ્ચે રમાઈ રહી છે. કેકેઆરના હોમગ્રાઉન્ડ ઈડન ગાર્ડન ખાતે રમાઈ રહેલી મેચમાં આજે કોલકાતાએ ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને બેટિંગ માટે આમંત્રણ આપીને ફિલ્ડિંગમાં આવી છે. ગુજરાત ટાઈટન્સ રમતમાં આવીને ધીમી શરુઆત કરી હતી, જેમાં એક ઓવરમાં ચાર રન બનાવ્યા હતા.
સાઈ સુદર્શનની નજર ઓરેન્જ કેપ પર
કેકેઆરની આગેવાની કરી રહેલા અંજિક્ય રહાણેએ પહેલા બોલિંગનો નિર્ણય લેવાને કારણે ગિલની સુકાની હેઠળની ગુજરાત ટાઈટન્સ પહેલા રમતમાં આવ્યું છે. ગુજરાત ટાઈટન્સમાં સાઈ સુદર્શનની નજર ઓરેન્જ કેપ પર છે, કારણ કે સાત મેચમાં સુદર્શને 365 રન બનાવ્યા છે, જ્યારે આજે ચાર બનાવે તો ઓરેન્જ કેપની રેસમાં આગળ વધશે
આ પણ વાંચો: મેચ પૂરી થયા બાદ કેમેરા પર જ હાર્દિક પંડ્યાએ આકાશ અંબાણી સાથે કર્યું એવું વર્તન કે…
પ્લેઓફની રેસ માટે કેકેઆર માટે મહત્ત્વની મેચ
પ્લેઓફની રેસને લઈ આજની મેચ કેકેઆર માટે સૌથી મહત્વની માનવામાં આવે છે. ગુજરાત ટાઈટન્સની ટીમમાં કેપ્ટન શુભમન ગિલ, સાઈ સુદર્શન, જોસ બટલર, શેરફાને રુધરફોર્ડ, રાહુલ તિવેટિયા, વોશિંગ્ટન સુંદર, શાહરુખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
કેકેઆરમાંથી ક્વિન્ટન ડિકોક, એનરિક બહાર
કોલકાતાની ટીમમાં અજિંક્ય રહાણે, સુનીલ નરેન, રહમનુલ્લાહ ગુરબાજ, વેંકેટેશ અય્યર, રિંકુ સિંહ, મોઈન ખાન, આંદ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે. આજની મેચમાં સૌથી મોટી વાત કેકેઆરમાં ક્વિન્ટન ડિકોક, એનરિક નોર્ખિયા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે, જ્યારે ગુરબાજ અને મોઈન ખાનને તક મળી છે.
આ પણ વાંચો: IPL 2025: 8 માંથી 6 મેચ હારવા છતાં CSK પ્લેઓફમાં પહોંચી શકે છે; જાણો સમીકરણ
ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં છે મોખરે
પોઈન્ટ ટેબલની રીતે જોવમાં આવે તો આ વખતની આઈપીએલની સિઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમ સાત મેચમાંથી પાંચ જીતી છે, જ્યારે ટોપ પર છે, જ્યારે કેકેઆરની ટીમ સાત મેચમાંથી ચાર જીત્યું તેમ જ ત્રણમાં હાર્યું છે. હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો કેકેઆર સામે ગુજરાત ચાર મેચ રમ્યા છે, જેમાં બે મેચ ગુજરાત અને એકમાં કેકેઆરએ બાજી મારી છે, જ્યારે અન્ય એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.