અમદાવાદના વાડજમાં 30 રુપિયા માટે રિક્ષાચાલકે પ્રવાસીની કરી નાખી હત્યા

અમદાવાદઃ અમદાવાદમાં માત્રા રિક્ષાના ભાડાના કારણે એક યુવકની હત્યા થઈ હોવાનો બનાવ બન્યો હતો. એક વ્યક્તિએ રિક્ષા ભાડું ના આપ્યું તો રિક્ષાચાલકે તેના પર રિક્ષા ચડાવીને હત્યા કરી નાખી હતી.
આ કેસમાં અમદાવાદ ઝોન-1 ની પોલીસે સમીર નટ નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. વાડજ બસ સ્ટેન્ડ પાસે માત્ર 30 રૂપિયા માટે રિક્ષાચાલકે એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી. જો કે, રિક્ષાચાલકે પોલીસ સમક્ષ આ ગુનાની કબૂલાત કરી લીધી હતી.
આપણ વાંચો: અતુલ સુભાષ જેવો વધુ એક કિસ્સો! યુપીમાં આત્મહત્યા પહેલા એન્જીનીયરે પત્ની પર લગાવ્યા આરોપ
રિક્ષા ચડાવી દીધા બાદ આરોપી ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો
આરોપીઓ પોલીસને જણાવ્યું કે, પહેલા વ્યક્તિ રિક્ષામાં બેઠો અને ઉતરતી વખતે કહ્યું કે, મારી પાસે રૂપિયા નથી. જેથી ગુસ્સો આવ્યો અને તેના પર રિક્ષા ચઢાવી દીધી હતી.
પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા થતાં તેનું તે વ્યક્તિનું મોત થયું હતું. નોંધનીય છે કે, રિક્ષા ચડાવી દીધા બાદ આરોપી ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે રિક્ષાચાલક અને હત્યાના આરોપી સમીર નટ સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.
આપણ વાંચો: અંજારની યુવતીએ પડોશીના ઘરે જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
આરોપી રિક્ષાચાલકની પોલીસે ગણતરીના કલાકમાં કરી ધરપકડ
નજીવી બાબતો પર લોકોને ગુસ્સો આવી જાય છે અને ગંભીર ગુનો આચરી દેતા હોય છે. મહત્વની વાત એ છે કે, ક્ષણિક ગુસ્સાના કારણે વર્ષો સુધી જેલમાં રહેવું પડે તેવું કામ શા માટે કરવું જોઈએ? અમદાવાદમાં પણ આવી જ ઘટના બની, માત્ર 30 રૂપિયાના ભાગ માટે મુસાફરની હત્યા કરી દેવામાં આવી.
હવે આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ થઈ છે, જેથી લાંબા સમય સુધી આરોપીને જેલની હવા ખાવી પડશે.