મેચ પૂરી થયા બાદ કેમેરા પર જ હાર્દિક પંડ્યાએ આકાશ અંબાણી સાથે કર્યું એવું વર્તન કે…

હાલમાં ક્રિકેટનો મહાકુંભ એટલે કે આઈપીએલ-2025 ચાલી રહ્યો છે અને ગઈકાલે એટલે કે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ટીમના માલિક આકાશ અંબાણી સાથે એવી હરકત કરી હતી કે એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ એવું કે શું કર્યું હાર્દિકે આકાશ અંબાણી સાથે…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો મેચ પૂરી થયા પછીનો છે અને એમાં હાર્દિક પંડ્યા અને આકાશ અંબાણી મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે. આકાશ આઈપીએલમાં નવા નવા લોન્ચ કરાયેલા રોબોટ ડોગથી ડરતો જોવા મળી રહ્યો છે અને આ જોઈને હાર્દિક ખડખડાટ હસી પડે છે. નેટિઝન્સને આ ફની વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો: કોહલીએ જિતાડ્યા એટલે અનુષ્કા સાથેનો વીડિયો વાઈરલ થયો!
ચેન્નઈને પરાજિત કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ જિતને સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે હાર્દિક ટીમના માલિ આકાશ અંબાણી સાથે મજા કરતાં જોવા મળી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈમાં રમાયેલી મેચમાં આઈપી રોબોટ ડોગ સાથે રમતો જોવા મળ્યો હતો.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં હાર્દિક પંડ્યા આકાશ અંબાણી સાથે રોબોટ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. હાર્દિકના હાથમાં આ રોબોટનું રિમોટ કન્ટ્રોલ હોય છે. આ દરમિયાન હાર્દિક ભૂલથી રિમોટનું એક બટન દબાવી દે છે અને રોબોટ આકાશ અંબાણી પર કૂદવાનો પ્રયાસ કરે છે અને આ જોઈને આકાશ ડરીને બે પગ પાછળ જતો રહે છે. હાર્દિક આકાશને આટલો ડરેલો જોઈને હસી પડે છે.
આ પણ વાંચો: MI VS CSK: વાનખેડેમાં રોહિત અને સૂર્યાનું “વાવાઝોડું”, મુંબઈમાં ચેન્નઈ હાર્યું…
મળતી માહિતી મુજબ આઈપીએલની મેટમાં જોવા મળતો આ રોબોટ ડોગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આ રોબોટ ડોગ અલગ અલગ પ્રકારના વોઈસ કમાંડ પર રિએક્ટ કરે છે. પ્લેયર્સ પણ આ રોબોટ ડોગ સાથે મસ્તી કરતાં જોવા મળતા હોય છે.