ખિસ્સામાં કોન્ડોમ લઈને ફરે છે બોલીવૂડનો આ હીરો…દીપિકા પદુકોણ સાથે છે ખાસ સંબંધ…

હેડિંગ વાંચીને તમે ચોંકી ઉઠ્યા હશો અને મનમાં સવાલ પણ થઈ રહ્યો હશે કે ભાઈ કોણ છે આ હીરો અને આખરે એની પાછળનું કારણ શું છે? એટલું જ નહીં આ હીરોનો બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ દીપિકા પદુકોણ સાથે ખાસ સંબંધ છે.
ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને એ હીરોનું નામ જણાવી જ દઈએ. આ હીરો બીજું કોઈ નહીં પણ રણવીર સિંહ છે. આશ્ચર્યચકિત થઈ ગયા ને. ખુદ રણવીર સિંહે આ બાબતે ખુલાસો કર્યો છે.
આપણ વાંચો: …તો રણવીર સિંહ નહીં આ વ્યક્તિની પત્ની હોત Deepika Padukone?
એક કેમ્પેઈન દરમિયાન રણવીર સિંહે આ વિશે ખુલાસો કર્યો હતો. રણવીરે જણાવ્યું હતું કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી અને એચઆઈવી જેવી ગંભીર સમસ્યાઓનો સામનો દેશના અનેક નાગરિકો કરી રહ્યા છે ત્યારે કોન્ડોમનું પ્રમોશન કરવામાં આવે એ ખૂબ જ જરૂરી છે અને એ સમયની માંગ પણ છે.
રણવીર સિંહને પૂછવામાં આવ્યું કે શું તે પોતાના ખિસ્સામાં કોન્ડોમ રાખીને ફરે છે? આ સવાલના જવાબમાં રણવીરે કહ્યું હતું કે હા, હું હંમેશા જ મારા ખિસ્સામાં કોન્ડોમ લઈને ફરું છું. જે લોકો પોતોના પીસા કોન્ડોમ નથી રાખતા તેમણે પણ તેમની સાથે હંમેશા કોન્ડોમ રાખવું જોઈએ. એમાં કંઈ ખોટું નથી.

આપણ વાંચો: દીપિકાના પ્રેમમાં પાગલ બન્યો રણવીર સિંહ, શેર કરી ખાસ પોસ્ટ
રણવીર સિંહની ગણતરી બોલીવૂડના મોસ્ટ હેન્ડસમ અને ટેલેન્ટેડ એક્ટર્સમાં કરવામાં આવે છે. ખૂબ જ ઓછા સમયમાં તેણે બોલીવૂડમાં પોતાનો સિક્કો જમાવીને એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ લવિંગ અને કેરિંગ કપલ છે. બંનેને સાથે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક હોય છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ છેલ્લે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ થ્રીમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે પત્ની દીપિકા પદુકોણે પણ કામ કર્યું હતું. દીપિકા એ સમયે પ્રેગ્નન્ટ હતી. ગયા વર્ષે જ દીપિકા અને રણવીરે સુંદર મજાની દીકરી જન્મ આપ્યો છે અને તેનું નામ એમણે દુઆ રાખ્યું છે. હાલમાં દીપિકા અને રણવીર સિંહ હાલમાં બંને જણ પેરેન્ટહૂડ એન્જોય કરી રહ્યા છે.