સૂર્ય અને ગુરુ બનાવશે દુર્લભ યોગ, આ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો અને ગુરુને ગ્રહોના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે પણ ગુરુ અને સૂર્યની યુતિ થાય છે ત્યારે તેના શુભ પરિણામો મળે છે. ચાર દિવસ બાદ એટલે કે 25મી એપ્રિલના રોજ સૂર્ય અને ગુરુની યુતિ થઈ રહી છે, જેને કારણે અર્ધકેન્દ્ર યોગ બની રહ્યો છે. ગુરુ અને સૂર્યના આ અર્ધ કેન્દ્ર યોગને કારણે અમુક રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ.
વૈદિક કેલેન્ડર અનુસાર 25મી એપ્રિલના સવારે 9.55 કલાકે સૂર્ય અને ગુરુ એકબીજાથી 45 ડિગ્રીના અંતરે હશે અને એને કારણે આ ખાસ યોગ બની રહ્યો છે. આ યોગને કારણે અનેક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિના જાતકોનો વિદેશ જવાનો યોગ પણ બની રહ્યો છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશો. ગુરુની કૃપાથી તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. લાંબા સમયથી જો કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હશો તો એમાંથી પણ મુક્તિ મળી રહી છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય અને ગુરુની યુતિથી બની રહેલાં અર્ધ કેન્દ્ર યોગને કારણે લાભ થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં આ રાશિના જાતકોને સફળતા મળી રહી છે. કામના સ્થળે પણ તમારી પ્રગતિ થઈ રહી છે. પ્રમોશન થતાં જ તમને નવી જવાબદારી સોંપવામાં આવશે. વેપારમાં લાભ થઈ શકે છે. આ સમયે તમે પ્રતિસ્પર્ધી અને દુશ્મનને મ્હાત આપવામાં સફળ થશો.

મિથુન રાશિના જાતકો માટે આ અર્ધ કેન્દ્ર યોગ ફળદાયી સાબિત થશે. કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળી શકે છે. અધ્યાત્મિક બાબતોમાં તમારો રસ વધી શકે છે. પરિવાર અને મિત્રો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું પ્લાનિંગ કરી શકો છો. નોકરી કરી રહેલાં લોકોને કામના સ્થળે પ્રશંસા થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ સમસ્યા ચાલી રહી હશે તો તેનો ઉકેલ આવશે.