મનોરંજન

બર્થડેના દિવસે જ મરીને પાછા જીવતા થયા ACP, જાણો શું છે આખો મામલો…

હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા હોવ કે ભાઈ આહીંયા કયા એસીપી અને કોની વાત થઈ રહી છે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ. અહીં અમે લોકપ્રિય ટીવી સિરીયલ સીઆઈડી એના લોકપ્રિય એસીપી પ્રદ્યુમ્ન ઉર્ફે શિવાજી સાટમની વાત થઈ રહી છે.

આજે શિવાજી સાટમનો જન્મદિવસ છે અને આજે જ તેમના ફેન્સ માટે ગુડ ન્યુઝ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે સીઆઈડીમાં એસીપી પ્રદ્યુમ્ન પાછા ફરી રહ્યા છે.

આપણ વાંચો: છ વર્ષ બાદ ફરીથી જોવા મળશે ‘CID’,આ દિવસે રિલીઝ થશે પ્રોમો

જી હા, ટીવી શો સીઆઈડી 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે અને શોની સ્ટોરીમાં એક પછી એક ધમાકેદાર ટ્વીસ્ટ આવી રહ્યા છે. હાલમાં જ ટીવી શોમાં એસીપીના ડેથનો ટ્રેક દેખાડવામાં આવ્યો હતો અને એની જગ્યાએ નવા એસીપી તરીકે એક્ટર પાર્થ સમથાને એન્ટ્રી લીધી હતી. પાર્થની એન્ટ્રી બાદથી અભિજિત અને દયા સાથે તેના વાદ-વિવાદ જોવા મળી રહ્યા છે.

પાર્થ સીઆઈડીમાં એસીપી આયુષમાનનો રોલ કરી રહ્યો છે જોકે, હવે ટૂંક સમયમાં જ શોમાંથી પાર્થની છુટ્ટી થઈ શકે છે. ખુદ પાર્થે આ વિશે જાણકારી આપી હતી. વાત જાણે એમ છે કે પાર્થે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શોના શૂટિંગની ઝલક શેર કરી છે. જેમાં તે દર્શકોના ફેવરેટ એસીપી પ્રદ્યુમ્ન સાથે શૂટ કરતો જોવા મળી રહ્યો છે.

પાર્થે આ સ્ટોરીની કેપ્શનમાં લખ્યું છે કે શિવાજી સાટમ એટલે કે એસીપી પ્રદ્યુમ્ન સાથે શૂટિંગ કરી રહ્યો છું. ખૂબ જ શાનદાર અનુભવ રહ્યો છે. તેણે શિવાજી સાટમ વિશે વાત કરતાં લખ્યું હતું કે શિવાજી સાટમ ખૂબ જ સારા વ્યક્તિત્વના માલિક છે. આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી શોમાં પ્રદ્યુમ્નના મૃત્યુનો પ્લોટ દેખાડવામાં આવ્યો હતો. ત્યારથી એવી વાતો સામે આવી રહી છે કે આ શોમાં તેમના કેરેક્ટરનો અંત છે. જોકે, બાદમાં એવા સમાચાર પણ સામે આવ્યા છે કે ઓડિયન્સના પ્રેમને ધ્યાનમાં લઈને મેકર્સે એસીપી પ્રદ્યુમ્નને પાછા લાવવાનો નિર્ણય લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button