નેશનલ

ઈડીનો ગુસ્સો ઈસી પર ઠાલવ્યોઃ રાહુલ ગાંધી પર ભાજપનો કટાક્ષ

નવી દિલ્હીઃ Rahul Gandhiએ અમેરિકાના બોસ્ટન ખાતે ભારતીયોને સંબંધતા ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા અને ચૂંટણી પંચ સમાધાનકારી ભૂમિકામાં આવી ગયું હોવાની વાત કરી હતી. તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી સમયે મતદારોની સંખ્યા કરતા વધુ મત પડ્યા હોવાનું પણ જમાવ્યું હતું.

તેમના આ ભાષણ બાદ ભાજપે અપેક્ષા મુજબ તેમની ટીકા કરી હતી. ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દેશદ્રોહી છે અને જામીન પર છૂટેલા છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી તેમની સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે ઈડીનો ગુસ્સો તેઓ ઈસી પર કાઢી રહ્યા છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે, બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ

પાત્રાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતની છબિ ખરાબ કરવા ટેવાયેલા છે. તેમણે એમ પણ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપને 240 બેઠક મળી ત્યારે શું રાહુલે ઈડી સાથે કોઈ સમાધાન કર્યું હતું, અયોધ્યાની બેઠક ભાજપ હારી ગઈ તો શું તે સમાધન હતું, તેવા સવાલ તેમણે પૂછ્યા છે. રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોના ચૂંટણી પંચે જવાબ આપ્યા છે. મતદારોની યાદીમાં પણ કોઈ છેડછાડ ન હોવાનું પંચે કહ્યું છે.

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની રડાર પર છે અને કૉંગ્રેસ આના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button