સ્પોર્ટસ

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી; શ્રેયસ અને ઈશાનને મળ્યું સ્થાન, પંતને થયો મોટો ફાયદો

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડીઓ હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં રમી રહ્યા છે. એવામાં આજે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ(Central Contract)ની જાહેરાત કરી છે. આ વખતે A પ્લસ કેટેગરીમાં ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત વર્ષે બહાર રખાયા બાદ બેટર શ્રેયસ ઐયર અને વિકેટકીપર ઈશાન કિશનને કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં BCCIએ કુલ 34 ખેલાડીઓના નામ સામેલ કર્યા છે. બોર્ડે 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2025 માટે કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. BCCIએ Aપ્લસ ગ્રેડમાં 4 ખેલાડીઓ, A ગ્રેડમાં 6, B ગ્રેડમાં 5 અને C ગ્રેડમાં કુલ 19 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે.

વિરાટ-રોહિત A પ્લસ કેટેગરીમાં:
A પ્લસ ગ્રેડમાં કેપ્ટન રોહિત શર્મા, બેટર વિરાટ કોહલી, બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે રોહિત, વિરાટ અને જાડેજાએ T20Iમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેમ છતાં બોર્ડે ત્રણેયને ટોચના ગ્રેડમાં રાખ્યા છે. જસપ્રીત બુમરાહ A પ્લસ ગ્રેડમાં એકમાત્ર ખેલાડી છે જે હાલમાં ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે.

ઋષભ પંતને ફાયદો:
ઋષભ પંતને ગ્રેડ B થી ગ્રેડ A માં પ્રમોટ કરવામાં આવ્યો છે, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી પણ A ગ્રેડમાં સમેલ છે.

B અને C કેટેગરી:
શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને ભારતના T20I ટીમના કેપ્ટન સૂર્યકુમારને ગ્રેડ Bમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઇશાન કિશનને ગ્રેડ Cમાં સામેલ કરવામાં આવ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, અભિષેક શર્મા, સરફરાઝ ખાન, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાનાં નામ C ગ્રેડમાં છે, આ તમામને પહેલી વાર કોન્ટ્રાક્ટમાં સમેલ કરવામાં આવ્યા છે,

ગયા વર્ષે ગ્રેડ સી યાદીમાં રહેલા શાર્દુલ ઠાકુર, કે.એસ. ભરત, અવેશ ખાન અને જીતેશ શર્માને બહાર કરવામાં આવ્યા છે.

ઐયર અને ઈશાન પરત ફર્યા:
નોધનીય છે કે શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને બંનેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ગયા વર્ષે બંનેએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાની મનાઈ કરી હતી, જેના કારણે BCCIએ કાર્યવાહી કરી હતી. બીસીસીઆઈએ કહ્યું હતું કે ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ ન કરતા હોય એ દરમિયાન દરમિયાન ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવાને પ્રાથમિકતા આપવી જોઈએ. ત્યાર બાદ બંને એ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું.

BCCI એ ચાર કોન્ટ્રાક્ટ કેટેગરી માટે રકમનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ એકહેવાલ મુજબ A+ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને રૂ.7 કરોડ, A ગ્રેડમાં સામેલ ખેલાડીઓને રૂ.5 કરોડ, B ગ્રેડમાં સામેલ ખેલાડીઓને રૂ.3 કરોડ અને C ગ્રેડમાં સામેલ રૂ.1 કરોડ આપવામાં આવશે.

આપણ વાંચો:  કોહલીએ જિતાડ્યા એટલે અનુષ્કા સાથેનો વીડિયો વાઈરલ થયો!

2024-25 માટે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની યાદી
કેટેગરી A+ : રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા
કેટેગરી A : મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત
કેટેગરી B: સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર
કેટેગરી C : રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસીદ્ધ ક્રિશ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતીશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button