ટોપ ન્યૂઝનેશનલ

નિશિકાંત દુબે સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરુ થશે! સુપ્રીમ કોર્ટે કડકાઈ બતાવી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ અંગે વાંધાજનક નિવેદન આપીને વિવાદનો મધપુડો છંછેડ્યો (Nishikant Dubey remarks about SC and CJI) હતો. વિપક્ષના નેતાઓએ નિશિકાંત દુબેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી, ભાજપે પણ તેમના નિવેદનથી છેડો ફાડી લીધો હતો. હવે નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. સુપ્રીમ કોર્ટમાં દુબે સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીની અરજી દાખલ કરવા મંજરી આપવામાં આવી છે.

આજે સોમવારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, વકીલે કહ્યું કે, આ કોર્ટ વિશે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા(CJI) વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપવામાં આવ્યા છે. નિશિકાંત દુબે આપેલા નિવેદનો જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.

‘અમારી મંજુરીની જરૂર નથી, કેસ ફાઈલ કરો…’
અરજદારની અરજી સાંભળીને જસ્ટિસ બીઆર ગવઈએ પૂછ્યું કે તમને શું જોઈએ છે? આના પર વકીલે કહ્યું, હું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ દાખલ કરવા માંગુ છું. જસ્ટિસ ગવઈએ સ્પષ્ટ જવાબ આપ્યો અને કહ્યું, તો પછી તમે કેસ દાખલ કરોને, તમારે અમારી પરવાનગીની જરૂર નથી. તમારે એટર્ની જનરલ પાસેથી મંજૂરી લેવી પડશે.

આપણ વાંચો:  Delhi breaking: આમ આદમી પાર્ટી દિલ્હી મેયરની ચૂંટણી નહીં લડે

નિશિકાંત દુબેનું વિવાદાસ્પદ નિવેદન:
વકફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકતા નિશિકાંત દુબે નારાજ થયા હતાં. તેમણે શનિવારે સુપ્રીમ કોર્ટ અંગે ટીપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટે કાયદો બનાવવો હોય તો સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ. તેમણે ભારતના મુખ્ય ન્યાયધીશ સંજીવ ખન્નાને દેશમાં “ગૃહયુદ્ધો” માટે જવાબદાર ગણાવ્યા. તેમના નિવેદન બાદ હોબાળો મચી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button