
રાયપુર: સિક્યોરિટી ફોર્સીઝને ઝારખંડમાં નક્સલવાદ સામે મોટી સફળતા (Operation against Naxalites) મળી છે. ઝારખંડના બોકારો વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF) અને ઝારખંડન પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં આજે વહેલી સવારે 6 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે લગભગ 5.30 વાગ્યે આ એન્કાઉન્ટર શરુ થયું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં ગોળીબારના અવાજ સંભળાયા હતાં. હાલ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સઘન સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.
આપણ વાંચો: મહાકુંભમાં યોગીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની યોજના હતી; અખિલેશ યાદવનો દાવો
COBRA કમાન્ડોની કાર્યવાહી:
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 209 કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (COBRA) ના સૈનિકોએ આ ઓપરેશન હાથ ધર્યું હતું, એન્કાઉન્ટરમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા. નક્સલવાદીઓ પાસેથી બે INSAS રાઈફલ, એક સેલ્ફ-લોડિંગ રાઈફલ (SLR) અને એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.
કોબ્રા કમાન્ડો જંગલમાં પેટ્રોલિંગ માટે ગયા હતા. પછી ગોળીબાર શરૂ થયો. કોબ્રાએ CRPFનું એક ખાસ જંગલ યુદ્ધ યુનિટ છે. નક્સલવાદીઓ સામે ચાલી રહેલી કાર્યવાહીમાં આ યુનિટે ઘણી સફળ કામગીરી કરી છે.
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે, હજુ પણ વધુ નક્સલવાદીઓને ઠાર કરવામાં આવી શકે છે.