
મુંબઈ: મુંબઈ અને ચેન્નઈ વચ્ચે વાનખેડેમાં રમાયેલી આજની 38મી મેચમાં મુંબઈએ ટોસ જીતીને પહેલી બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. 20 ઓવરમાં 177 રનના લક્ષ્યાંક અચીવ કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે મજબૂત શરૂઆત કરી હતી, જેમાં પડકારજનક સ્કોર અચીવ કરવા હીટ મેન રોહિત શર્માન્નું મોટું યોગદાન રહ્યું હતું. સૌથી મોટી વાત એ હતી કે પાવર પ્લેમાં મુંબઈએ એકેય વિકેટ ગુમાવી નહોતી અને 9 વિકેટે જીતીને મુંબઈએ આઇપીએલમાં જોરદાર વાપસી કરી છે.
જોકે, મજબૂત શરૂઆત પછી વચ્ચે
રોહિત શર્મા અને રિયાન રિકલટને 65 રન 7 ઓવરમાં કર્યા હતા પણ જાડેજાએ રિકલટનની વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. તેને 19 બોલમાં 24 રન બનાવ્યા હતાં. રિકલટનના આઉટ થયા પછી સૂર્યકુમાર યાદવ રમતમાં આવ્યો હતો, જ્યારે સામે છેડે રોહિત શર્મા એક તરફી આક્રમક ઇનિંગ રમવાનું ચાલુ રાખ્યું હતું. મુંબઈ વતીથી રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવે આક્રમક રમત રમીને 12મી ઓવરમાં 100 રન પાર કર્યા હતા.

રોહિત શર્માએ 33 બોલમાં 50 રન પૂરા કર્યા હતા, જેમાં ચાર સિક્સર અને બે ચોગ્ગાનો સમાવેશ થયો હતો. બીજી બાજુ સૂર્યા કુમાર યાદવ પણ ઓછા બોલમાં મેક્સિમમ રન લેવાના ઉદ્દેશથી મુંબઈએ 13 ઓવરમાં 127 રન બનાવી દીધા હતા. બાકી 50 રન 42 બોલમાં કરવાના રહ્યા હતા.
સૂર્યાએ આક્રમક રમત રમતા 26 બોલમાં હાફ સદી કરીને નવી રેકોર્ડ કર્યો છે, જેમાં ત્રણ સિક્સર અને પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. સિનિયર ખેલાડી અને અનેક ટીકાનો ભોગ બનેલા રોહિત શર્માએ 45 બોલમાં 76 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો તો સૂર્યા એ 30 બોલમાં 68 રન (6 ચોગ્ગા અને 5 સિક્સર સાથે) બનાવીને 1 વિકેટે 15.4 ઓવરમાં શાનદાર જીત અપાવી હતી.