હીટવેવ અને લૂના કારણે લોકો ત્રાહિમામ, સુરતમાં બપોરના સમયે સિગ્નલ બંધ રાખવા નિર્ણય…

સુરતઃ ગુજરાતમાં ગરમીનું જોર સતત વધી રહ્યું છે. આજે ઉત્તર ભારતમાં વરસાદ પણ થયો છે. જેના કારણે થોડી રાહત મળવાની સંભાવનાઓ છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા એવી કોઈ આગાહી કરવામાં આવી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો વધતી ગરમીને ધ્યાને રાખીને સુરત શહેરમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભર બપોરે સિગ્નલો ચાલુ હોવાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે છે. જેના કારણે તેમનું ધ્યાન રાખને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય
નોંધનીય છે કે, અત્યારે રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેથી શહેરમાં લોકો લૂથી બચી શકે એટલા માટે સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી સુરત શહેરના 213 જેટલા સિગ્નલ બપોરે બંધ રાખવામાં આવ્યા હતા. લોકો જેટલી ગરમી સહન કરી શકે તેના કરતા પણ વધારે ગરમી અત્યારે પડી રહી છે.
એક અઠવાડિયા સુધી બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે
સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતા વાનાણીએ આ સમગ્ર બાબતે મીડિયાને જાણકારી આપી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે ઉનાળામાં હીટવેવની પરિસ્થિતિ તેને લઈ લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સુરત શહેરમાં આગામી એક અઠવાડિયા સુધી બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. નોધનીય છે કે, અત્યારે 2-2 મિનિટના અંતરે સિગ્નલો આવે છે અને 30 સેકન્ડ માટે સ્ટોપ હોય છે જેથી લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડતો હોય છે. આ કારણ ઘણાં લોકોને ચક્કર પણ આવતા હોય છે. જેથી પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણ વાંચો : સોશિયલ મીડિયા દ્વારા ધાક જમાવતા 300 નબીરાના એકાઉન્ટ પોલીસે ડિલિટ કરાવ્યા