હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન મંજૂર કરી કોર્ટે રાહત આપી…

રાજકોટ : પોલીસે રાજકોટના ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની હનીટ્રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પદ્મિનીબા સહિત ચાર આરોપીઓને કોર્ટે રાહત આપી છે. કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. પદ્મિનીબા સહિત ચાર લોકો સામે ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને 7-8 લાખ રૂપિયા પડાવવા અને ધમકીઓ આપવા માટે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે મોડી રાત્રે પદ્મીનીબા વાળા સહિત ચારની ધરપકડ કરી હતી.
પદ્મિનીબા સહિત ચાર આરોપીઓને કોર્ટે આપી રાહત
ઘટનાની વાત કરવામાં આવે તો, જેતપુરમાં રહેતા એક વૃદ્ધે પદ્મિનીબા વાળા અને તેજલ નામની યુવતી સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ‘ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લીધો હતો. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે 19મી એપ્રિલે મોડી રાત્રે પદ્મીનીબા વાળા તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની ધરપકડ કરી હતી. જો કે, આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પદ્મિનીબાએ વૃદ્ધને ફોન કરીને યુવતી વિશે વાત કરી અને…
ફરાર આરોપી તેજલ છૈયાએ વૃદ્ધને ફોન કરીને મારો ઘરવાળો મરી ગયો છે, હું ખુબ દુઃખી છું, કંઈક મદદ કરો, મારું દેવું ભરી દો, નહીંતર હું દવા પીને મરી જઈશ આવી વાતો પણ કરી હતી. એટલું જ નહીં પરંતુ વીડિયો કોલમાં અશ્લિલ હરકતો પણ કરી હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું. આ મામલે પદ્મિનીબાએ વૃદ્ધને ફોન કરીને યુવતી વિશે વાત કરી હતી. ત્યાર બાદ પદ્મિનીબાના પુત્ર અને અન્ય બે યુવકોએ વૃદ્ધના ઘરેને બબાલ કરી અને 7થી 8 લાખમાં મામલે દવાબી દેવાની ધમકી પણ આપી હતી.
જેતપુર વૃદ્ધે આ લોકો સામે નોંધાવી હતી પોલીસ ફરિયાદ
આ સમગ્ર મામલે વૃદ્ધે પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય ત્રણ સહિત કુલ પાંચ લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગોંડલના જેતપુર રોડ પર રહેતા રમેશ અમરેલિયા નામની વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગોંડલ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરી હત. જો કે, આરોપીઓને કોર્ટે જામીન આપીને રાહત આપી છે.
આપણ વાંચો : રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કેસમાં કાર્યવાહી, પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ