ગેટવે ઓફ ઇન્ડિયા નજીક મેરી ટાઈમ બોર્ડનો પ્રોજેક્ટમાં વિઘ્ન, સ્થાનિકોનું શું કહેવું છે?

મુંબઈ: મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા નજીક મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવનાર પ્રસ્તાવિત પેસેન્જર જેટી પ્રોજેક્ટ સ્થાનિક લોકોના વિરોધને કારણે મુસીબતમાં મુકાઈ ગયો છે. સ્થાનિક લોકોના અભિપ્રાય અનુસાર આ પ્રોજેક્ટ પર્યાવરણ હેરિટેજ સાઇટ્સ સામે ખતરારૂપ ગણે છે.
એલિફન્ટા, અલીબાગ, માંડવા માટે મહત્ત્વનો પ્રકલ્પ
229 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ સામે સ્થાનિક રહેવાસીઓનો વિરોધ છે અને તેમને વિવિધ પક્ષોના રાજકારણીઓનો ટેકો મળ્યો છે. જોકે રાજ્ય સરકારે તેમની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જેટી અને ટર્મિનલ બિલ્ડિંગ આમ જનતાના હિત માટે કામ કરશે.
મુંબઈની શાન ગેટવે ઓફ ઈન્ડિયા ફેરી ટ્રાફિક માટેનું એક કેન્દ્ર છે. અહીંથી દરરોજ એલિફન્ટા કેવ્ઝ, તેમ જ અલીબાગના પ્રવેશદ્વાર ગણાતા માંડવા સુધી ફેરી બોટ આવ જા કરે છે. અનેક લોકો આ બોટમાં મુસાફરી કરે છે.
આપણ વાંચો: …તો ફેબ્રુઆરીથી મુંબઈના દરિયામાં દોડાવાશે E-Speed Boat, શું થશે રાહત જાણો?
ક્લિન હેરિટેજના નામે વિરોધ
ગેટવે ઓફ ઇન્ડિયાથી આશરે 500 મીટરના અંતરે આવેલા રેડિયો ક્લબની નજીક પ્રસ્તાવિત જેટી અને ટર્મિનલને પર્યાવરણ તેમજ હેરિટેજ બાંધકામ માટે જોખમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ક્લીન હેરિટેજ કોલાબા રેસિડેન્ટ્સ એસોસિએશન (સીએચસીઆરએ)ના બેનર હેઠળ આ પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે.
પ્રોજેક્ટને રાજકારણીઓનો ટેકો છે
રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના સ્થાનિક ધારાસભ્ય રાહુલ નાર્વેકર, શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય મિલિંદ દેવડા, દક્ષિણ મુંબઈના લોકસભાના સાંસદ સભ્ય અરવિંદ સાવંત (શિવસેના-યુબીટી), સમાજવાદી પક્ષના નેતા અબુ અસીમ આઝમી અને અન્ય રાજકારણીઓએ વિરોધ કરી રહેલા રહેવાસીઓને ટેકો આપ્યો છે.
બે વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના ધરાવતા આ પ્રોજેક્ટથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે અને દરિયાઈ ટ્રાફિકની ગીચતા ઘટશે એવી અપેક્ષા છે. (પીટીઆઈ)