સ્પોર્ટસ

શુભમન ગિલનું થયું બ્રેકઅપ, જાણો શું છે કારણ?

આઈપીએલમાં શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સનું પલડું ભારે થઈ રહ્યું છે ત્યારે ગિલ માટે એક નહીં બબ્બે બેડ સમાચાર મળ્યા છે. એક તો આઈસીસીએ સ્લો ઓવર રેટને લઈ 12 લાખ રુપિયાનો દંડ ચૂકવવાની નોબત આવી છે ત્યારે હવે નજીકની ગણાતી ફ્રેન્ડ સાથે બ્રેકઅપને લઈ ચર્ચામાં છે. એટલે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલનું સારા સાથે બ્રેક અપ થયાની ચર્ચા છે. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પણ એકબીજાને અનફોલો કરી નાખ્યા છે ત્યારે જાણીએ કારણ શું છે.

સારા તેંડુલકર ભલે ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ પોતાની સુંદરતાની સાથે જાણીતા ક્રિકેટર સાથેના રિલેશનને લઈ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી પણ કહેવાય છે કે ભારતીય ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરવાને કારણે ચર્ચામાં રહે છે. જોકે, એના પર બંનેએ ક્યારેય જાહેરમાં કોઈ નિવેદન આપ્યા નથી, પરંતુ અફવાને લઈ બંને ચર્ચામાં છે. હવે એવી ચર્ચા છે કે બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે, તેનાથી ચાહકો પણ નિરાશ થયા છે. એટલે સુધી કી બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી નાખ્યા છે.

બંને વચ્ચે બ્રેકઅપના અહેવાલ વચ્ચે બંને તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ લોકો અનેક પ્રકારના તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે. બંને વચ્ચેના બ્રેક અપ માટે ટીવી સ્ટાર અવનીત કૌરને જવાબદાર માનવામાં આવે છે. સારાથી ડિસ્ટન્સ રાખીને શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી અવનીત કૌરને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચામાં છે.

આ અગાઉ અવનીત કૌર અને શુભમન ગિલ એકસાથે દોસ્તોની સાથે મજા કરતા જોવા મળ્યા હતા, જ્યારે તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોમાં ચર્ચાનું કારણ બન્યા હતા. હવે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા પછી ચર્ચાનું કારણ બન્યા છે, જ્યારે યૂઝર્સ પણ તેના અંગે જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. બંને તરફથી નક્કર પ્રતિક્રિયા મળે તો ચાહકોને શાંતિ થાય.

instagram

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે અવનીત કૌર કોણ છે તો ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે, જે બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સારા તેંડુલકરની તગડી ફેન-ફોલોઇંગ ધરાવે છે, જેના ફોલોઅર્સની સંખ્યા 7.8 મિલિયન છે, જ્યારે અવનીત કૌરની 31 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

આપણ વાંચો : Sara Tendulkar નહીં પણ આ Mystery Girlને જોઈને Clean Bold થયો Shubhman Gill…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button