આ મરાઠી ફિલ્મ જશે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં…

મુંબઈઃ મરાઠી ફિલ્મજગત ઘણું જ આગળ વધી રહ્યું છે અને ઘણી સારી ફિલ્મો મરાઠી ભાષામાં બની રહી છે. આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચાર મરાઠી ફિલ્મને એન્ટ્રી મળી હોવાનું મહારાષ્ટ્રના કલ્ચરલ અફેર્સ મિનિસ્ટર આશિષ શેલારે જણાવ્યું છે. આ ચાર મરાઠી ફિલ્મોમાં સ્થળ, સ્નો ફ્લાવર, ખાલિદ કા સાજીદ, જુના ફર્નિચરનો સમાવેશ થાય છે.

થિયેટર અને કલ્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ પસંદગી કરવામાં આવી છે. સ્થળ ફિલ્મ ગામડામાં આજે પણ અરેન્જ્ડ મેરેજ મામલે છોકરીઓ સાથે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે તેની વાત છે. સ્નો ફલાવર રશિયન અને કોંકણી કલ્ચર વચ્ચેનો વિરોધભાસ અને છતાં બન્ને વચ્ચેના કનેક્શનની વાત કરે છે. ખાલિદ કા શિવાજી એક એવા છોકરાની વાત છે જેને તેના મિત્રો તેના ધર્મને લીધે અલગ કરી દે છે. ત્યારબાદ ખાલિદ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લે છે. જૂના ફર્નિચર સિનિયર સિટિઝન્સની વાત લઈને આવે છે. આજના સમયમાં વૃદ્ધ માતા-પિતાની જે હાલત થાય છે તેની વાત આ ફિલ્મમાં છે.

વર્ષ 2016થી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મરાઠી ફિલ્મો મોકલવામાં આવે છે અને આ રીતે પ્રાદેશિક ફિલ્મોને પણ વૈશ્વિક સ્તરે એક્સપોઝર મળે છે.
આપણ વાંચો : Marathi Film સામે વાંધો પડ્યો, સંજય રાઉતને, જાણો કઈ ફિલ્મ છે?