PBKS VS RCB: રોયલ ચેલેન્જર્સે ટોસ જીતીને બોલિંગ લીધી, જાણી લો કોનું પલડું છે ભારે?

ચંદીગઢઃ આઈપીએલ 2025ની અડધો અડધ મેચ રમાઈ ગયા પછી હવે ધીમે ધીમે રોજે રોજ રમાતી દરે મેચ રોમાંચક મોડમાં જોવા મળે છે. આ વર્ષની આઈપીએલમાં અત્યાર સુધીમાં એક મેચ (રાજસ્થાન અને દિલ્હી વચ્ચે)ની સુપર ઓવર રમાયા પછી એક-બે રન માટે ટીમ મેચ હારી જાય છે ત્યારે આજે મુલ્લાપુર ખાતે રમાઈ રહેલી પંજાબ કિંગ્સ ઈલેવનનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થઈ રહ્યો છે.
બેંગલુરુની સામે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની પંજાબની ટીમ ફુલ ફોર્મમાં છે. આજની આઈપીએલની 37મી મેચ રોયલ ચેલેન્જર્સે અને પંજાબ વચ્ચે રમાઈ રહી છે, જેમાં રજત પાટીદારની આગેવાની હેઠળની બેંગલુરુની ટીમે ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો છે.
આપણ વાંચો: IPL 2025: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પાંચ મેચના દિવસે મેટ્રોના સમયમાં ફેરફાર
આરસીબીમાં મજબૂત બેટર સારું પ્રદર્શન કરી શક્યા નથી
છેલ્લે પંજાબની સામે બેંગલુરુમાં રમાયેલી મેચમાં ડેવિડને છોડીને આરસીબીના એક પણ બેટરનું પ્રદર્શન સારું રહ્યું નહોતું, જ્યારે ટીમને પાંચ વિકેટ ભુંડી હારનો સામનો કરવાની નોબત આવી હતી. આરસીબીની પાસે ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, કેપ્ટન રજત પાટિદાર અને લિયામ લિવિંગસ્ટોન જેવા આક્રમક બેટ્સમેન હોવા છતાં એક પણ સારું પ્રદર્શન કરી શક્યા નથી.
બેંગલુરુમાં મિડલ ઓર્ડર પર વધુ રાખવામાં આવે છે મદાર
બેંગલુરુએ પંજાબ સામે હાર્યા પછી હારનો ટોપલો બોલરની નિષ્ફળતા પર ઢોળ્યો હતો, જ્યારે મેચની શરુઆતમાં બેટર માટે અનુકૂળ રહી નહોતી, પરંતુ એક બેટરે સારું પ્રદર્શન કર્યું હતું. આરસીબીવતીથી આજે સોલ્ટ, વિરાટ કોહલી પર વિશ્વાસ કરી શકે છે, જ્યારે મિડલ ઓર્ડરમાં પાટીદાર, લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, ક્રુણાલ પંડ્યા અને ટીમ ડેવિડ પર જવાબદારી રહેશે.
આપણ વાંચો: IPL 2025: આઈપીએલ ખેલાડીઓનું રિટેંશન લિસ્ટ થયું જાહેર, જાણો પંત, ધોની, રોહિત શર્માનું શું થયું
બેંગલુરુની તુલનામાં પંજાબનું ઓવરઓલ પ્રદર્શન રહ્યું છે સારું
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પંજાબ ઈલેવન પાંચ જીત અને બે મેચ હાર્યા પછી ત્રીજા ક્રમ સાથે 10 પોઈન્ટ પર છે, જ્યારે બેંગલુરુની ટીમ ચાર જીત અને ત્રણ મેચ હાર્યા પછી આઠ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે.
એકંદરે જોવામાં આવે તો શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ટીમને પ્રોત્સાહન આપવા માટે પ્રીતિ ઝિંટા દરેક મેચમાં જોવા મળે છે, જ્યારે પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થયો છે.
પંજાબની કિંગ ઈલેવનની ટીમમાં કોણ કોણ રમશે
પંજાબ કિંગ ઈલેવનની પ્લેઈંગ ઈલેવનમાં પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઇંગ્લિશ (વિકેટકિપર), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જોન્સન, જેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે હરપ્રીત બરાર, વિજયકુમાર વૈશ્ય, સૂર્યાંશ શેડગે, પ્રવીણ દૂબે અને ગ્લેન મેક્સવેલ છે. પંજાબે લિવિંગ્સ્ટોનને બદલે રોમારિયો શેફર્ડને તક આપી છે, પરંતુ ઈમ્પેક્ટ પ્લેયરમાં સામેલ કર્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમમાં ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ (ઈમ્પેક્ટ પ્લેયર-આઈપી), રોમારિયો શેફર્ડ, રજત પાટિદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટ કિપર), ટીમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલનો સમાવેશ થાય છે. ઉપરાંત, રસિખ દાર સલામ, મનોજ ભંડાગે, જેકબ બેથલ, સ્વપ્નિલ સિંહ વગેરે ઈમ્પેક્ટ પ્લેયર છે.