IPL 2025

IPL 2025: BCCIએ GTના કેપ્ટન શુભમન ગિલને દંડ ફટકાર્યો, જાણો શું ભૂલ કરી હતી

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ 35મી મેચ ગઈ કાલે શનિવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી. હાઈ સ્કોરિંગ મેચમાં GTએ DCને 7 વિકેટથી હરાવ્યું. GTએ 4 બોલ બાકી રહેતા DCએ આપેલો 204 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ જીતથી GTને પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે, ટીમ હાલ ટોચ પર છે. ટીમ હવે આગળના મેચ માટે તૈયારી કરી રહી છે, એવામાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ GTના કેપ્ટન શુભમન ગિલ(Shubhman Gill)ને દંડ ફટકાર્યો છે.

BCCIએ GTના કેપ્ટન શુભમન ગિલ સામે કાર્યવાહી કરી છે. સ્લો ઓવર રેટ માટે શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગઈ કાલની મેચમાં શુભમન ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, તે સાત રન બનાવી શક્યો હતો. અગાઉ આ સિઝનમાં હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, અક્ષર પટેલ, સંજુ સેમસન, રજત પાટીદાર અને અક્ષર પટેલ પર સ્લો ઓવર રેટ માટે દંડ લાગી ચુક્યો છે.

BCCIએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.’

આ પણ વાંચો: બોલો, અક્ષર પટેલને 12 લાખ અને સંજુ સેમસનને 24 લાખનો દંડ કેમ, જાણો આઈપીએલનું ગણિત?

GTની ઘર આંગણે શાનદાર જીત:

ગઈ કાલે રમાયેલી મેચ GTએ DC સામે સાત વિકેટે જીત મેળવી. આ મેચમાં DCએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જવાબમાં, બટલરે 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 54 બોલમાં અણનમ 97 રનની શાનદાર ઇનિંગ રમીને GTને જીત અપાવી. GTએ 19.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 204 રન બનાવીને જીત મેળવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button