દીપિકા, કેટરિના નહીં આ અભિનેત્રીના લગ્નએ રણબીર કપૂરનું દિલ તોડ્યું હતું

પૃથ્વીરાજ કપૂર ખાનદાનનો ચિરાગ અને સેલિબ્રેટેડ એક્ટર રણબીર કપૂર આલિયા ભટ્ટને પરણીને એક દીકરીનો પિતા પણ બની ગયો છે. બન્નેની જોડી ફેન્સને ખૂબ ગમે છે, પરંતું રણબીરની અભિનેત્રી દીપિકા પદુકોણ અને કેટરિના કૈફ સાથેની રિલેશનશિપ વધારે ચર્ચામાં હતી. દીપિકા પદુકોણ સાથે તેણે રીલ લાઈફમાં સારી એવી જોડી જમાવી અને બન્નેએ યૈ જવાની હૈ દિવાની, તમાશા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને તેમના અફેરની ચર્ચા જગજાહેર થઈ.
બન્નેએ રિલેશનશિપમાં હોવાનું સ્વીકાર્યું પણ પછી બન્ને વચ્ચે બ્રેક અપ થયો. બ્રેક અપનું કારણ તો ખબર નહીં પણ દીપિકા રણબીરને ડોમિનેટ કરતી હોવાનું એક સમયે ચર્ચાતું હતું. તો બીજી બાજુ દીપિકા બ્રેક અપ પછી તૂટી ગઈ હતી અને ડિપ્રેશનમાં જતી રહી હતી તેમ પણ તેણે સ્વીકાર્યું છે. ત્યારબાદ રણબીર અને કેટરિના કૈફ એકબીજાના પ્રેમમાં પડ્યા અને આ જોડીએ ભારે આકર્ષણ જમાવ્યું. પણ રણબીરની મમ્મી કેટરિનાને વહુ તરીકે સ્વીકારવા તૈયાર ન હતી. તે સમયે કેટરિના સલમાનથી છુટ્ટી પડી હતી. આ કે બીજું કોઈ કારણ હોઈ શકે, પણ આ લગ્ન પણ ન થયા.
પણ આ બન્ને પ્રેમિકાઓના લગ્નનું દુઃખ રણબીરને એટલું ન થયું જેટલું માધુરી દિક્ષિતના લગ્ન થવાથી થયું હતું. હા રણબીરે એક ઈન્ટરવ્યુમાં જણા્વયું હતું કે માધપરી દિક્ષિત તેનો ક્રશ હતી અને જ્યારે 1999માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા ત્યારે રણબીર દિવસો સુધી રડ્યો હતો. તે સમયે રણબીર માત્ર 17 વર્ષનો હતો અને માધુરી 32 વર્ષની હતી, પણ રણબીરને માધુરી એટલી ગમતી હતી કે ઉંમર ક્યા જોવાની હતી.

સમય જતા માધુરીએ રણબીરની ફિલ્મમાં આઈટમ સોંગ ઘાઘરા પણ કર્યું હતું. માધુરીએ રણબીરના પિતા ઋષી કપૂર સાથે જોડી જમાવી છે. પ્રેમગ્રંથમાં માધુરી અને ઋષી કપૂરે સાથે કામ કર્યું હતું, પરંતુ ફિલ્મને ખાસ સફળતા મળી ન હતી.