નેશનલ

અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટ સાથે કેરટેકરે બારોબાર મસ્જિદનો સોદો કરી દીધો…

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધઘાટન અને રામલલાના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ બધા વચ્ચે શ્રી રામ મંદિર ટ્રસ્ટ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. શ્રી રામ મંદિર ટ્રસ્ટ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે પંજી ટોલા સ્થિત મસ્જિદને ખોટી રીતે ખરીદવાનો કરાર કર્યો છે. નયા ઘાટથી સાહદતગંજ સુધીનો 13 કિલોમીટર લાંબો રામપથ આ મસ્જિદની બાજુમાં જ નીકળે છે. આ મસ્જિદ ખરીદવા માટે શ્રી રામ મંદિર ટ્રસ્ટે મસ્જિદના કેરટેકર રઈસ અહેમદ સાથે 30 લાખ રૂપિયાનો કરાર કર્યો હતો અને 15 લાખ રૂપિયા એડવાન્સ પણ આપવામાં આવ્યા હતા.

આ મસ્જિદ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની છે પરંતુ વક્ફ બોર્ડને પણ આ ડીલની કોઇ જાણ નથી. આ સમાચાર જાણ્યા બાદ અંજુમન મુહાફિઝ મસાજિદ અને મકાબીર કમિટીના જનરલ સેક્રેટરી મોહમ્મદ આઝમ કાદરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યાની તમામ વક્ફ સંપત્તિની દેખરેખ કરવાની જવાબદારી મારી પાસે છે, પછી તે મસ્જિદ હોય, કબ્રસ્તાન હોય, દરગાહ હોય કે મકબરો, તેથી જ મેં બદર મસ્જિદનો મુદ્દો ઉઠાવ્યો છે. હાલમાં આ સમગ્ર મામલે રામ મંદિર ટ્રસ્ટ કંઇ બોલવા તૈયાર નથી.

મસ્જિદની જમીન વેચવાની વાત બહાર આવ્યા બાદ મુસ્લિમ સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. મસ્જિદના મુતવલ્લી એટલે કે કેરટેકર અને રામ મંદિર ટ્રસ્ટ વચ્ચે થયેલા આ કરારમાં સાક્ષી તરીકે સહી કરનાર અન્ય એક મુતવલ્લી અને મસ્જિદ સમિતિના અન્ય સભ્યો સામે કેસ નોંધવાની માંગ કરવામાં આવી છે. મુસ્લિમ સમુદાયના લોકોએ પણ આ કરાર રદ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટને અપીલ કરી છે. આ સમગ્ર મામલે યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલાને લઈને મસ્જિદના કેરટેકર રઈસ અહેમદનું કહેવું છે કે મસ્જિદના અડધાથી વધુ પૈસા રોડ પહોળા કરવામાં ખર્ચાઈ ગયા છે. આ સમગ્ર વિસ્તાર શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા હસ્તગત કરવામાં આવશે. ત્યારે વિસ્તારના લોકોને પણ અહી રહેવા દેવામાં નહી આવે તે તમને બધાને અન્ય સ્થળે ખસેડવાનું કહેશે ત્યારે તમે શું કરશો, તેમજ કે જ્યારે અમે ટ્રસ્ટ સાથે વાત કરી તો તેઓએ મસ્જિદને પણ અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનું કહ્યું હતું. રઈસે જણાવ્યું હતું કે મસ્જિદમાં આવતા તમામ નમાઝી આ કરાર માટે સંમત થયા હતા, ત્યારબાદ જ અમે કરાર કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત