
અમદાવાદ : ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગરમીમાં આંશિક રાહત મળી છે. જેમાં શનિવાર સાંજથી ફુંફાતા પવનના લીધે મહત્તમ તાપમાનના ઘટાડો નોંધાયો હતો. જેમાં આજે અમદાવાદ શહેરના લધુત્તમ તાપમાન પણ ઘટ્યું હતું. જેના પગલે વહેલી સવારે સામાન્ય ઠંડકનો અનુભવ થયો હતો. 48 કલાક સુધી રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની છે.
બે દિવસ ભારે પવન ફૂંકવાની આગાહી
રાજ્યના શનિવારે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં 2 ડિગ્રી ઘટ્યું છે,પવનની ગતિમાં વધારો થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી બે દિવસ ભારે પવન ફૂંકવાની આગાહી કરવામાં આવી છે.પવનની સાથે સાથે રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરાઈ છે. શનિવારે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.2 ડિગ્રી નોંધાયું છે.
જાણો ગુજરાતમાં કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી,ડીસામાં 40.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.3 ડિગ્રી,વડોદરામાં 39.2 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી,ભુજમાં 38.4 ડિગ્રી, નલિયામાં 35.4 ડિગ્રી,કંડલામાં 40.4 ડિગ્રી,અમરેલીમાં 40.8 ડિગ્રી,ભાવનગરમાં 37.4 ડિગ્રી, પોરબંદરમાં 33.7 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 39.3 ડિગ્રી, કેશોદમાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: ગુજરાતમા કાળજાળ ગરમી વચ્ચે આજથી પલટાશે વાતાવરણ,મળશે આંશિક રાહત
અમદાવાદ ગાંધીનગર,માં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ – સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે,મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડે તેવો પવન ફૂંકાશે. જ્યારે ગાંધીનગર, અમદાવાદમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અનેગીર સોમનાથમાં ધૂળની ડમરી સાથે પવન ફૂંકાશે.
માછીમારોને સાવચેત રહેવા ચેતવણી
જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યાતા છે, જ્યારે પવનની મહત્તમ ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.