IPL 2025

14 વર્ષનો વૈભવ સૂર્યવંશી રાજસ્થાનની ટીમમાં, નવો ઇતિહાસ રચાયો…

1.10 કરોડની કિંમતના ટીનેજરે પહેલા જ બૉલમાં ફટકારી સિક્સર

જયપુરઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની શનિવાર રાતની મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)એ નવો ઇતિહાસ રચ્યો હતો. રાજસ્થાને પોતાની ટીમમાં ઇમ્પૅક્ટ પ્લેયર (IMPACT PLAYER) તરીકે 14 વર્ષના બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)ને સમાવ્યો હતો જેને પગલે તેને આઇપીએલનો સૌથી યુવાન ખેલાડી બનવાનો મોકો મળ્યો હતો. તેણે બૅટિંગ શરૂ કરતા જ ધમાલ મચાવી દીધી હતી. તેણે પોતાના પહેલા જ બૉલમાં છગ્ગો ફટકારીને જયપુરનું સ્ટેડિયમ ગૂંજવ્યું હતું.

રાજસ્થાને બિહારના લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વૈભવને એક ઇમ્પૅક્ટ પ્લેયર માટેના પાંચ વિકલ્પોમાં સમાવ્યા પછી રાજસ્થાને તેને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે પેસ બોલર સંદીપ શર્માના સ્થાને ઇલેવનમાં સમાવી લીધો હતો અને તેને ઓપનિંગમાં લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલની સાથે મોકલ્યો હતો. લખનઊના મુખ્ય બોલર શાર્દુલ ઠાકુરનો પ્રથમ બૉલ ડૉટ-બૉલ હતો યશસ્વીએ ફોર ફટકારી હતી અને ત્રીજા બૉલમાં એક રન લેતાં વૈભવ સ્ટ્રાઇક પર આવ્યો હતો.

વૈભવે આઇપીએલમાં પોતાના એ પહેલા જ બૉલમાં એક્સ્ટ્રા-કવર પરથી સિક્સર ફટકારી દીધી હતી. તેના આ ઐતિહાસિક શૉટ સાથે જ જયપુરના સ્ટેડિયમમાં બૂમો અને ચીસો પડવાની શરૂ થઈ ગઈ હતી. ત્યાર બાદ વૈભવે આવેશ ખાનના એક બૉલમાં પણ સિક્સર મારી હતી અને એ જ ઓવરમાં તેનો કૅચ છૂટતાં ફોર ગઈ હતી.

આપણ વાંચો : 13 વર્ષના બિહારી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનો વધુ એક વિક્રમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button