જો પુરુષોને પીરિયડ્સ આવતા હોત તો… બી-ટાઉનની જાણીતી એક્ટ્રેસે આપ્યું ચોંકાવનારું નિવેદન…

બોલીવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાના અભિયનથી તો ફેન્સને દિવાના બનાવે જ છે, પણ એની સાથે સાથે તે અવારનવાર સોશિયલ ઈશ્યૂઝ પર ખુલીને પોતાના વિચારો પણ રજૂ કરતી જોવા મળે છે. હાલમાં જ એક્ટ્રેસે પીરિયડ્સને લઈને પોતાનું મંતવ્ય આપ્યું હતું. એક્ટ્રેસે જો પુરુષોને પીરિયડ્સ આવશે તો શું થશે એ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જે વાંચીને તમારા હોંશ પણ ઉડી જશે. આવો જોઈએ આખરે એવું તે શું કહ્યું જ્હાન્વીએ-

જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી લીધી હતી અને તેણે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જિતી લીધા હતા. જ્હાન્વી ફિલ્મો સિવાય અનેક વખત સામાજિક મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચારો વ્યક્ત કરે છે. હાલમાં જ જ્હાન્વીએ પીરિયડ્સમાં મહિલાઓને સામનો કરવી પડતી સમસ્યા અને દર્દ વિશે વાત કરી હતી.
એક ઈન્ટરવ્યુમાં જ્હાન્વી કપૂરે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતાં મૂડ સ્વિંગ્સ અને સમસ્યાઓ વિશે વાત કરી હતી. જ્હાન્વીએ જણાવ્યું હતું કે જો હું ઝઘડવાનો પ્રયાસ કરી રહી છું, મારી વાત સામે રાખવાનો પ્રયાસ કરી રહી છું અને તમે પૂછો છો કે શું મને મહિનાઓ એ દિવસો જઈ રહ્યા છે? પણ જો તમે સાચે આ વાતને લઈને કન્સર્ન હશો તમે પૂછશો કે શું તમને થોડો સમય જોઈએ છે? શું અત્યારે મહિનાનો એ સમય ચાલી રહ્યો છે?
જ્હાન્વીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે મોટાભાગના સમયે તમને થોડો ટાઈમ જોઈતો હોય છે, કારણ કે જે રીતે અમારા હોર્મોન્સ ચાર્ટની બહાર છે, જે પેઈનમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ, તો એ જેસ્ચરનું હંમેશા સ્વાગત છે. પરંતુ એ હમદર્દીભરી નજરો, વાતચીતનો ટોન… હું તમને ગેરેન્ટી સાથે કહી શકું છું કે મર્દ આ મૂડ સ્વિંગ્સ અને દર્દને એક સેકન્ડ પણ સહન નહીં કરી શકે. ખબર નહીં કયો ન્યુક્લિયર વોર શરુ થઈ જાત, જો પુરુષોને પીરિયડ્સ આવતા હોત.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર છેલ્લે ફિલ્મ દેવારા પાર્ટ-1માં જોવા મળી હતી. હવે તે વરુણ ધવન સ્ટારર ફિલ્મ સની સંસ્કારી કી તુલસી કુમારીમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ પરમ સુંદરી પણ છે. એક્ટ્રેસ રામ ચરણ સાથે ફિલ્મ પેડ્ડીમાં પણ જોવા મળશે, જે 27મી માર્ચ, 2027ના રિલીઝ થશે.
આપણ વાંચો : અનિયમિત પિરિયડ્સ માત્ર પ્રેગનન્સી નહીં, આ કારણોથી પણ થઈ શકે છે