‘ઈરાની’ ગૅન્ગના બે કુખ્યાતચેન-સ્નેચરની ધરપકડ

થાણે: ચેન-સ્નેચિંગના અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ‘ઈરાની’ ગૅન્ગના બે સભ્યને થાણે પોલીસે પકડી પાડ્યા હતા.
ઝોન-પાંચના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત કદમે જણાવ્યું હતું કે કલ્યાણ પાસેના આંબિવલીમાં રહેતા જાફર યુસુફ જાફરી ઉર્ફે ચવાણ (26) અને સંદીપ ગિરીશચંદ્ર પ્રસાદ (20)ની ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત ઈરાની ગૅન્ગ સાથે સંકળાયેલા બન્ને આરોપી વિરુદ્ધ થાણે, નવી મુંબઈ અને મુંબઈમાં ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.
જાફરી અને પ્રસાદને વર્તક નગર પોલીસે પકડી પાડ્યા હતા. 12 માર્ચે યશોધન નગરમાં 56 વર્ષની મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી બન્ને ફરાર થઈ ગયા હતા. બાઈક પર ફરાર થયેલા બન્ને આરોપીની શોધ માટે પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી.
પકડાયેલા બન્ને આરોપી પાસેથી 3.90 લાખ રૂપિયાના સોનાના દાગીના, બે બાઈક અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓના પકડાવાથી સાત ગુના ઉકેલાયા હતા. પૂછપરછમાં તેમણે વધુ આઠ ગુનાની કબૂલાત કરી હોવાનું વર્તક નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાજકુમાર વાકચૌરેએ જણાવ્યું હતું. (પીટીઆઈ)
આપણ વાંચો : મેટ્રોએ કરી મુંબઈમાં મોકાણઃ પાણીની પાઈપલાઈન ફૂટતા આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ