કેદારનાથ, ચારધામ યાત્રાના બુકિંગ પહેલા આટલું જાણી લો નહિતર ખિસ્સું થઈ જશે ખાલી

નવી દિલ્હી: આજે ઇન્ટરનેટના જમાનામાં સાયબર ગઠિયાઓ અવનવા કિમિયા અપનાવીને લોકોને ફસાવતા હોય છે. ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રમાં આવી અનેક છેતરપિંડી થયાની ફરિયાદો સામે આવતી રહે છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે ઓનલાઈન બુકિંગના નામે થતી છેતરપિંડીથી સાવધ રહેવા સૂચના આપી છે.
I4Cએ લોકોને આપી ચેતવણી
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ ઓનલાઈન બુકિંગ છેતરપિંડી અંગે લોકોને ચેતવ્યા છે. દેશમાં ધાર્મિક યાત્રાળુઓ અને પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોય તેવા કિસ્સાઓ અંગે ખાસ ચેતવણી આપવામાં આવી છે. આ છેતરપિંડી નકલી વેબસાઇટ્સ, ગેરમાર્ગે દોરતા સોશિયલ મીડિયા પેજ, ફેસબુક પોસ્ટ્સ અને ગૂગલ જેવા સર્ચ એન્જિન પર પેઇડ જાહેરાતો દ્વારા કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: દીકરાના અકસ્માતને નામે ગઠિયાઓ લાખોની ઠગાઈ કરી ગયા
કઈ સેવાઓના નામે થાય છે છેતરપિંડી?
આ કૌભાંડોમાં વ્યાવસાયિક દેખાતી પણ ફેક વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ અને વ્હોટ્સએપ એકાઉન્ટ્સ બનાવવાનો સમાવેશ થાય છે. જેમાં કેદારનાથ, ચારધામ માટે હેલિકોપ્ટર બુકિંગ, યાત્રાળુઓ માટે ગેસ્ટ હાઉસ અને હોટેલ બુકિંગ, ઓનલાઈન કેબ/ટેક્સી સેવા બુકિંગ તેમજ હોલિ ડે પેકેજ અને ધાર્મિક પ્રવાસોને લગતી સેવાઓના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે.
આ પોર્ટલ દ્વારા શંકાસ્પદ લોકો ચુકવણી કર્યા બાદ જ્યારે તેમને બુકિંગ અથવા સેવાની કોઈ પુષ્ટિ મળતી નથી અને આપેલા સંપર્ક નંબરો સાથે પણ કોઇ સંપર્ક થઈ શકતો નથી. ત્યારે તેઓને અહેસાસ થાય છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
આપણ વાંચો: અંજારમાં વૃદ્ધ યુગલને ત્રણ દિવસ ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ચીટરોએ ૩૬.૫૦ લાખ રૂપિયા પડાવ્યા
આટલું ખાસ ધ્યાન રાખો
- કોઈપણ ચુકવણી કરતા પહેલા હંમેશા વેબસાઇટની અધિકૃતતા તપાસો.
- ગુગલ, ફેસબુક અથવા વોટ્સએપ પર “પ્રાયોજિત” અથવા અજાણી લિંક્સ પર ક્લિક કરતા પહેલા સાવચેત રહો.
૩. ફક્ત ઓફિશિયલ સરકારી પોર્ટલ અથવા વિશ્વસનીય ટ્રાવેલ એજન્સીઓ દ્વારા જ બુકિંગ કરાવો. - કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં આવી વેબસાઇટ્સની તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ: www.cybercrime.gov.in પર જાણ કરો અથવા 1930 પર કૉલ કરો.
- કેદારનાથ હેલિકોપ્ટર બુકિંગ https://www.heliyatra.irctc.co.in દ્વારા કરી શકાય છે.
૬. સોમનાથ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ https://somnath.org છે અને ગેસ્ટ હાઉસ બુકિંગ તેના દ્વારા કરી શકાય છે.