સોલાપૂર, નાસિક અને સંભાજીનગર બાદ પોલીસની મોટી કાર્યવાહી
પાલઘરમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
પાલઘર: સોલાપૂર, નાસિક, સંભાજીનગર બાદ હવે પાલઘર જીલ્લામાં મીરા-ભાયંદર ગુના શાખા દ્વારા મોટી કાર્યાવાહી કરવામાં આવી છે. ડ્રગ્સ બનાવવાનો કાચોમાલ પણ આ ફેક્ટરીમાંથી મળી આવ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં એક પછી એક થઇ રહેલા દરોડાને કારણે ડ્રગ્સ માફિયાઓના પગ નીચેની જમીન ખસી ગઇ છે. આ કાર્યવાહીને કારણે રાજ્યમાં ડ્રગ્સની તસ્કરી કરનારાઓમાં ડરની ફેલાઇ ગયો છે.
છેલ્લાં કેટલાંય દિવસોથી રાજ્યમાં ડ્રગ્સ કેસ ચર્ચામાં છે. રોજે રોજ આ કેસમાં નવી જાણકારી મળી રહી છે. લલિત પાટીલની મુંબઇ પોલીસે થોડા દિવસો પહેલાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ તપાસ કાર્યવાહી ઝડપી બની હતી. પાલઘર જિલ્લાના મોખાડા તાલુકામાં ડ્રગ્સની ફેક્ટરી હોવાની જાણકાઇ મિરા ભાયંદર ગુના શાખાને મળી હતી. ત્યાર બાદ મિરા ભાયંદર ગુના શાખાએ આ ગુપ્ત કાર્યવાહી કરી હતી. આ અંગેની જાણ સ્થાનિકને પણ નહતી. કાર્યવાહી દરમીયાન કરોડો રુપિયાનો માલ મલી આવ્યો હતો. એક ફાર્મ હાઉસ પર આ ફેક્ટરી ચાલી રહી હતી. આ કેસમાં આરોપીની વસઇથી ધરપકડ કરવામાં આવી હતી.