નેશનલ

‘મે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને જેલમાં મોકલી દીધા હોત’

અલાહાબાદ યુનિવર્સિટીના પ્રોફેસરની હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી

પ્રયાગરાજઃ ભગવાન રામ અને કૃષ્ણ પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અલાહાબાદ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર વિરુદ્ધ રવિવારે એફઆઈઆર નોંધવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના જિલ્લા સંયોજક શુભમ, હિન્દુ જાગરણ મંચ અને બજરંગ દળની સંયુક્ત ફરિયાદ પર રવિવારે સાંજે આસિસ્ટન્ટ પ્રોફેસરની FIR નોંધવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153-A (ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ) મુજબ કોલનલગંજ પોલીસ સ્ટેશનમાં અલાહાબાદ યુનિવર્સિટીના મધ્યયુગીન અને આધુનિક ઇતિહાસ વિભાગમાં કામ કરતા સહાયક પ્રોફેસર ડૉ. વિક્રમ હરિજન વિરુદ્ધ નોંધવામાં આવી હતી.

આસિસ્ટન્ટ પ્રોફેસર પર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ દ્વારા દરરોજ અભદ્ર અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ કરીને હિન્દુ સમાજના દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ છે. જેના કારણે યુનિવર્સિ‌ટીના વિદ્યાર્થીઓ નારાજ છે અને હિંદુ સમાજને ઠેસ પહોંચી છે.


જ્યારે પ્રોફેસરને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, “મેં જે કંઇપણ લખ્યું છે એ બંધારણની મર્યાદામાં રહીને લખ્યું છે.” ભગવાન રામે શંભુકને માર્યો હતો કારણ કે શંભુક શુદ્ર જાતિનો હતો અને બાળકોને ભણાવતો હતો.” તેમણે કહ્યું કે શ્રી કૃષ્ણ સ્ત્રીઓના વસ્ત્રો પહેરીને ભાગી જતા હતા. હું કહું છું કે જો આજના જમાનામાં આવું થયું હોત તો શું કોઈ મહિલાએ આ સહન કર્યું હોત?’


VHPના જિલ્લા સંયોજક શુભમે આ સમગ્ર મામલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘ભારતીય બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ વિક્રમ જેવા લોકો તેનો ફાયદો ઉઠાવીને સામાજિક અશાંતિ ફેલાવી રહ્યા છે. તેઓ એ વાતથી અજાણ છે કે દેશની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને જોખમમાં મૂકે તેવી ટિપ્પણી કરવાની બંધારણ પરવાનગી આપતું નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત