રાજકોટ

રાજકોટમાં બાળકી સાથે શિક્ષિકાએ શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ; પોલીસે નોંધી ફરિયાદ…

રાજકોટ: શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચાર વર્ષની બાળકી પર શાળાની શિક્ષિકા દ્વારા કરવામા આવેલા શારીરીક અડપલાના મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બાળકીનાં પ્રાઇવેટ પાર્ટ સાથે શાળાના શિક્ષિકા દ્વારા શારીરિક અડપલાં કરવામાં આવ્યો હોવાનો વાલી દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો. આ ઘટના મામલે કોંગ્રેસની NSUI ટીમ દ્વારા સ્કૂલ ખાતે વીરોધ કરવામાં આવ્યો હતો. બાળકીના માતા-પિતાએ પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ પર એક વાલી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતો. ચાર વર્ષની બાળકીને સ્કૂલના શિક્ષિકા દ્વારા પ્રાઇવેટ ભાગે અડપલા કર્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો હતો જે બાદ રાજકોટ પોલીસ વિભાગની સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે બંને પક્ષોના નિવેદનો લઇ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલે NSUI ટીમ દ્વારા સ્કૂલ ખાતે વીરોધ કરવામાં આવ્યો હતો. આ તકે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા કર્ણાવતી સ્કૂલ પર વિરોધ કરી રહેલ તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

બાળકીએ કરી ગુપ્ત ભાગમાં દુખાવો થવાની ફરિયાદ
ફરિયાદની વિગતો અનુસાર શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી બાળકીએ 11 એપ્રિલે શાળાએથી પરત ફર્યા બાદ તેના ગુપ્ત ભાગમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. જો કે તેની માતાને લાગ્યું હતું કે તે ગરમી અથવા ફોલ્લીઓને કારણે હોઈ શકે છે. જોકે બીજા દિવસે બાળકીને દુખાવો ખૂબ જ વહી ગયો ત્યારે બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંના ડોક્ટરોએ પરુ જેવો પદાર્થ જોઇને માતાપિતાને જાણ કરી હતી કે ઈજા કોઈ વસ્તુને કારણે થઈ હોય તેવું લાગે છે, જેના કારણે ચેપ લાગ્યો હતો.

હાલ બાળકીની ચાલી રહી છે સારવાર
ત્યારબાદ બાળકીની માતાએ તેના પતિને જાણ કરી હતી. તેમણે બાળકીને સ્ટાફ અને સાથે ભણતા વિદ્યાર્થીઓના ફોટા બતાવ્યા ત્યારે બાળકીએ તેના શિક્ષિકા મિત્તલબેનને ઓળખી કાઢ્યા હતા. શરૂઆતમાં તેણીને બે દિવસ માટે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને હવે તેને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેણી સ્વસ્થ થઈ રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

શાળાના સંચાલકોએ આરોપોને ફગાવ્યાં
સ્કૂલ મેનેજિંગ ડિરેક્ટર અશોક પાંભરે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આવી કોઈ ઘટના જ બની નથી વાલી દ્વારા જે આક્ષેપ કરવામ આવ્યા તે તદ્દન પાયાવિહોણા છે. અમે વાલીને બધા સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા છે અને હાલ પોલીસને પણ અમે બધાં cctv ફૂટેજ પણ પૂરાવા રૂપે આપ્યા છે. અમને પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી ઉપર પણ પૂર્ણ ભરોસો છે.

આપણ વાંચો : રાજકોટમાં છાશ પીતા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, એક બાળકની હાલત ગંભીર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button