મનોરંજન

કેસરીની તુલનામાં કેસરી ચેપ્ટર 2ની શરૂઆત નિરાશાજનક, પહેલા દિવસની કમાણી માત્ર 7.50 કરોડ

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ કેસરી ચેપ્ટર 2 અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાલી રહી છે. અક્ષય કુમારની આ મોસ્ટ અવેટેડ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. અક્ષય કુમાર અભિનીત ફિલ્મ કેસરી ચેપ્ટર 2 એ પહેલા દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર લગભગ 7.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે એક સારી શરૂઆત છે, ફિલ્મ મેકર્સને આશા છે કે આ ફિલ્મ સારી એવી કમાણી કરશે. જો કે, કેસરી ચેપ્ટર 2 એ સ્કાય ફોર્સે પહેલા દિવસે જેટલી કમાણી કરી તે આંકડો પાર નથી કરી શકી પરંતું આ ફિલ્મનું કલેક્શન અન્યની તુલનામાં સારું રહ્યું છે.

મહત્વની વાત એ પણ છે કે, ફિલ્મનું ઓપનિંગ કલેક્શન સારૂ રહેતા નિર્માતાઓને રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે અક્ષય કુમાર માટે પણ તે સારી વાત છેય કારણ કે, છેલ્લા ઘણાં સમયથી તેની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી નથી. જો કે, કેસરી ચેપ્ટર 2ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલા 2019માં આવેલી કેસરી ફિલ્મના ખૂબ જ વખાણ થયા હતા અને ફિલ્મે સારી એવી કમાણી પણ કરી હતી. અત્યારે હવે અક્ષય કુમાર ‘કેસરી ચેપ્ટર 2’ એક નવી શૌર્યગાથા લઈને આવ્યો છે. આ ફિલ્મનું કલેક્શન પણ મજબૂત રીતે થઈ રહ્યું છે.

‘કેસરી 2’ 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડની આસપાસની ભયાનક ઘટનાઓને દર્શાવવામાં આવી છે. અક્ષય કુમાર સી. શંકરન નાયરની ભૂમિકા ભજવે છે, જે એક વકીલ છે જે બ્રિટિશ રાજને કોર્ટમાં પડકારે છે અને સત્ય જાહેર કરવાની માંગ કરે છે. આ ફિલ્મ સારી ચાલે એવી મેકર્સને આશા છે પરંતુ પહેલા દિવસે કેસરી 2 એ માત્ર 7 કરોડની જ કમાણી કરી હતી.

આ પણ વાંચો: Kesari Chapter 2 review : અક્ષય કુમાર સુપરહીટ, પણ ફિલ્મનો હીરો તો સ્ટોરી જ છે

શુક્રવારે રિલિઝ થયેલી ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ના લગભગ 3619 શો હતા. રિલિઝના દિવસે સવારના શોમાં 12.67% લોકો ફિલ્મ જોવા આવ્યાં હતા. જ્યારે બપોરના શોમાં ફૂટફોલમાં થોડો વધારો થયો હતો, જે લગભગ 19.76% હતો. ગુડ ફ્રાઈડે પર રિલીઝ થવા છતાં, ફિલ્મના આંકડા તેના પહેલા દિવસે કઈ ખાસ કમાણી કરી નથી. ખાસ કરીને વાત કરવામાં વાતે 2019માં આવેલી કેસરી કરતા ખૂબ જ ઓછી કમાણી કરી છે. કારણ કે, કેસરીએ પહેલા દિવસે 21 કરોડની કમાણી કરી હતી, જ્યારે કેસરી 2 એ પહેલા દિવસે માત્ર 7 કરોડની કમાણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button