
અમદાવાદ : ગુજરાતમાં અત્યારે કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે 24 કલાક માટે હજી ગરમી યથાવત રહેશે. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ગરમીમાંથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો આવી શકે છે. જેમા તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી
આ ઉપરાંત હવામાન વિભાગે આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જ્યારે દક્ષિણ ગુજરાત સિવાયના અન્ય તમામ જિલ્લાઓમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં શુક્રવારે કંડલા એરપોર્ટ 43.8 ડિગ્રી મહત્તમ તામપાન સાથે કંડલા સતત કેટલાક દિવસથી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમા આજે પણ હીટવેવની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મળશે…
40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા
રાજ્યના અનેક જિલ્લાઓમાં 40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આજે અમરેલી, બોટાદ, છોટાઉદેપુર, ખેડા, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાનની શક્યતા છે.અમદાવાદ, આણંદ, દાહોદ, જુનાગઢ, મહીસાગર, મહેસાણા, પાટણ, પંચમહાલ, તાપી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.ભાવનગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ અને અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.