ટોપ ન્યૂઝનેશનલ

બે હજાર રૂપિયાથી વધુના વ્યવહારો પર GST લાગશે? જાણો શું કહ્યું નાણા મંત્રાલયે…

નવી દિલ્હી: 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર સરકાર જીએસટી લગાવી રહી હોવાના દાવાઓ પર કેટલી સત્યતા છે તે અંગે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. નાણા મંત્રાલયે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા છે. નાણા મંત્રાલયે વધુમાં સમજાવ્યું કે GST ચોક્કસ સાધનો દ્વારા કરવામાં આવતી ચુકવણીઓ સંબંધિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) જેવા ચાર્જ પર લાદવામાં આવે છે.

કોઈ GST લાગુ પડતો નથી
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું હતું કે જાન્યુઆરી 2020 થી અસરકારક રીતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 ડિસેમ્બર 2019ના રોજ ગેઝેટ નોટિફિકેશન દ્વારા પર્સન ટુ મર્ચન્ટ (P2M) UPI ટ્રાન્ઝેક્શન પર MDR દૂર કરી દેવામાં આવ્યો છે. હાલમાં UPI વ્યવહારો પર કોઈ MDR વસૂલવામાં આવતો નથી, તેથી આ વ્યવહારો પર કોઈ GST લાગુ પડતો નથી.

એક પ્રોત્સાહન યોજના શરૂ કરાઇ
વધુમાં જણાવ્યું હતું કે UPIના ગ્રોથને સપોર્ટ આપવા અને ટકાવી રાખવા માટે નાણાકીય વર્ષ 2021-22 થી એક પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ વિશેષ કરીને ઓછા મૂલ્યના UPI (P2M) વ્યવહારોને લક્ષ્ય બનાવે છે, જે ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘટાડીને અને ડિજિટલ પેમેન્ટમાં વ્યાપક ભાગીદારી અને નવીનતાને પ્રોત્સાહન આપીને નાના વેપારીઓને લાભ આપે છે.

UPI ટ્રાન્ઝેક્શનના મૂલ્યમાં ઝડપથી વધારો
UPI ટ્રાન્ઝેક્શનના મૂલ્યમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 21.3 લાખ કરોડથી વધીને માર્ચ 2025 સુધીમાં રૂ. 260.56 લાખ કરોડ થયું છે. નોંધનીય છે કે P2M વ્યવહારો રૂ. 59.3 લાખ કરોડ સુધી પહોંચી ગયા છે, જે ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓમાં વધતા મર્ચેન્ટ અપનાવવા અને ગ્રાહક વિશ્વાસને દર્શાવે છે.

આપણ વાંચો : UPI Payment ફેલ થયું, એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા, આ રીતે પાછા મેળવો પૈસા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button