નેશનલ

જાણીતા ભારતીય ઉદ્યોગપતિનું થયું નિધન

બ્રેઈન હેમરેજ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

અમદાવાદઃ ગુજરાતની પ્રખ્યાત વાઘ બકરી ટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને માલિક પરાગ દેસાઈનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. 15 ઓક્ટોબરના રોજ તેમના નિવાસસ્થાન નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે તેઓ પડી ગયા હતા. ત્યારબાદ તેમને બ્રેઈન હેમરેજ થયું હતું, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ એક અઠવાડિયાથી હૉસ્પિટલમાં દાખલ હતા.

પરાગ દેસાઈએ ન્યૂ યોર્ક, યુએસએની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું. તેઓ પ્રીમિયમ ટી જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. ગ્રૂપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગનું નેતૃત્વ કરવા અને બ્રાન્ડને નવી ઊંચાઈઓ પર લઈ જવા ઉપરાંત, દેસાઈ ચાના રસિયા અને મૂલ્યાંકનકાર પણ હતા. તેને પ્રવાસ અને વન્યજીવનમાં ઊંડો રસ હતો.


વાઘ બકરી ટી ગ્રુપ તેની પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત છે. આ કંપની વર્ષ 1892થી અસ્તિત્વમાં છે. કંપનીનું ટર્નઓવર બે હજાર કરોડ રૂપિયાથી વધુ છે અને ચાનું વિતરણ લગભગ 50 મિલિયન કિલોગ્રામ છે. કંપનીનું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, ચંદીગઢ, હિમાચલ, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં સારું બજાર છે. તાજેતરમાં જ તેમણે બિહાર, ઝારખંડ અને ઓડિશામાં બિઝનેસ શરૂ કર્યો હતો.


વાઘ બકરી ટી ભારતની ત્રીજી સૌથી મોટી ચા કંપની છે. ભારતની સૌથી મોટી ચા કંપની ટાટા ટી છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ બીજા સ્થાને છે. વર્ષ 2009મા પનીનો હિસ્સો 3 ટકા હતો, પરંતુ 2020માં તે વધીને 10 ટકા થઈ ગયો. આ બ્રાન્ડ ગુજરાતમાં 50 ટકા માર્કેટ પર કબજો કરે છે. કંપનીએ વર્ષ 1992માં વિદેશમાં ચા વેચવાનું શરૂ કર્યું હતું અને આજે કંપની લગભગ 40 દેશોમાં બિઝનેસ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…