અમદાવાદ

EVને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; 5% ટેક્સ છૂટની જાહેરાત

અમદાવાદ: ગુજરાત સરકારે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં આગામી 31મી માર્ચ સુધી પાંચ ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય બાદ ઈલેક્ટ્રિક વાહનો (EV) પર ટેક્સનો દર ઘટીને માત્ર એક ટકા થઈ ગયો છે. સરકારના આ વર્ષના બજેટમાં આ ઘટાડાની જાહેરાત કરી હતી.

આપણ વાંચો: પોડ ટેક્સી પ્રોજેક્ટ સાયન સ્ટેશન સુધી વિસ્તારવાની યોજના છે MMRDA ની…

ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સની છૂટ

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે આગામી 31મી માર્ચ 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે.

સરકારની આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ હવે હવે ટેક્સ દર ઘટીને માત્ર 1% જેટલો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાગરિકો વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમનાં ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવીને તેનો લાભ મેળવી શકે છે.

આપણ વાંચો: લંડન જેવી પોડ ટેક્સી મુંબઈમાંઃ એમએમઆરડીએએ લીધો મોટો નિર્ણય…

વાહન માલિકોને થશે ફાયદો

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ પરના 6 ટકા ટેક્સમાં 5 ટકાની રાહત આપી છે અને આથી હવે તેમાંથી 1 ટકા લેખે જ વસૂલવા રાજ્ય સરકારે આદેશ જારી કર્યો છે. સરકાર દ્વારા ટેક્સમાં આપવામાં આવેલી આ જાહેરાતનો સીધો ફાયદો વાહન માલિકોને થશે.

જ્યારે કાર માલિકોને 30 હજારથી લઈને 1 લાખ સુધીનો સીધો ફાયદો થશે. આ જાહેરાતની અસર ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો કરે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી, જેને હવે લાગુ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button