મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે સલાહકાર સમિતિ બનાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળ મહારાષ્ટ્ર સરકારે એક સલાહકાર સમિતિનું ગઠન કર્યું છે, જે 2047માં વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટેનો વિઝન પ્લાન તૈયાર કરશે, એમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ સમિતિમાં કુલ 31 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના બંને નાયબ મુખ્ય પ્રધાનોનો પણ સમાવેશ થાય છે.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હાઈ કોર્ટના સમન્સ

ઉચ્ચ અને તકનીકી શિક્ષણ ખાતા, શાળા શિક્ષણ ખાતા, સ્કિલ્ડ ડેવલપમેન્ટ, ઉદ્યોગ, પશુપાલન, ડેરી ડેવલપમેન્ટ, પીડબ્લ્યુડી, કૃષિ, ગ્રામવિકાસ, મત્સ્યોદ્યોગ અને જાહેર આરોગ્ય ખાતાના પ્રધાનોનો પણ આ સમિતિમાં સમાવેશ કરાયો છે, એમ સરકારી આદેશમાં જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત 17 સભ્યોની મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળની એક સંકલન સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું છે, એમ તેમાં જણાવવામાં આવ્યું છે. આ બંને સમિતિ રાજ્યનો વિઝન દસ્તાવેજ તૈયાર કરશે, જેમાં મહારાષ્ટ્રનું અર્થતંત્ર એક ટ્રિલિયન ડોલર અમેરિકન ડોલરનું બનાવવા નું લક્ષ્યાંક સાધ્ય કરવાની વાત કરાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button