નેશનલ

ઓપરેશન અજય: ઈઝરાયલથી 143 મુસાફરો સાથે છઠ્ઠી ફ્લાઈટ દિલ્હી પહોંચી, બે નેપાળી નાગરીકોનો સમાવેશ

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે બંને પક્ષે 5500થી વધુ લોકોના મોત નીપજી ચુક્યા છે. ઇઝરાયલમાં રહેતા ભારતીયોને વતન પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ‘ઓપરેશન અજય’ ચલાવી રહી છે. ઓપરેશન અજય હેઠળ ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને લઈને છઠ્ઠી ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી જેમાં બે નેપાળીઓ સહિત કુલ 143 મુસાફરો હતા. સ્ટીલ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજ્ય પ્રધાન ફગ્ગન સિંહ કુલસ્તેએ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું.

કેન્દ્રીય પ્રધાન ફગ્ગન સિંહે છઠ્ઠી ફ્લાઇટના સુરક્ષિત વતન ફરવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હું અહીં નાગરિકોનું સ્વાગત કરવા આવ્યો છું. મને આનંદ છે કે તમારું સ્વાગત કરવાની તક મળી. રાહતની વાત એ છે કે વધુ 143 ભારતીયો સંઘર્ષમાંથી બચી ગયા છે. ભારત સરકાર ભારત આવવા માગતા દરેક નાગરિકને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે.

અગાઉ પાંચ વિશેષ વિમાનો બાળકો સહિત લગભગ 1200 મુસાફરોને તેલ અવીવથી દિલ્હી લાવ્યા હતા. યુદ્ધ શરુ થયા પહેલા સુધી 18,000 જેટલા ભારતીય નાગરિકો કામ અથવા અભ્યાસ અર્થે ઇઝરાયેલમાં રહેતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button