સાત્વિકમ્ શિવમ્ : હસીને જોવામાં અને જોઇને હસવામાં ફરક છે…

અરવિંદ વેકરિયા
આજે રિહર્સલ સવારે 10 વાગ્યાથી હતું. રાત્રે ઊંઘ એટલે નહોતી આવતી કે પરમ દિવસથી નાટકનું બુકિગ શરૂ થવાનું હતું. જી.આર.માં મનહર ગઢિયા જા.ખ.નો લે-આઉટ લઈને આવવાનો હતો.એની ડિમાંડ હતી કે લે-આઉટ માત્ર હું, ડોલર અને સુભાષ ખન્ના જ જોઈએ. કલાકારોને વિશે કોઈ વાત કરવાની નહીં. મને નવાઈ તો લાગી, કારણ કે કલાકારો જેમ મ્યુઝિક કેવું છે? એ જાણવા ઉત્સુક હતાં એમ જા.ખ. માટે પણ આતુર હોય એ સહજ હતું. ગમે તેમ તો પણ આ સહિયાં' સર્જન હતું. મનહરની વાત પણ સમજાય એવી હતી કે, એક તો અંજલિના બોલ્ડ ફોટો સાથે લે-આઉટ તૈયાર કર્યો હતો, બીજા કલાકરોને થતું હોય કે પોતાનો ફોટો અને નામનો વ્યવસ્થિત ઉલ્લેખ હોય! બીજું, જે દિવસે જા.ખ. છપાય અને પહેલીવાર કલાકારો જુએ તો એ
પહેલી નજરનો પ્રેમ’ અલગ જ હોય. હું તો જી.આર.નાં ટેન્શનમાં હતો. ઠીક છે, એ આવશે ત્યારે જોઈ લેશું. કેટલી અજબ વાત છે, આપણે બધા ખુશ રહેવા પરેશાન રહીએ છીએ, મારી એ સ્થિતિ હતી. હું તો 9.30 વાગે હિન્દુજા પહોંચી ગયો. છેલભાઈ અને પરેશભાઈએ સેટ પૂરો સજાવી દીધો હતો. નાનું-મોટું કામ પ્રવીણના માણસો વહેલા આવીને કરી રહ્યાં હતા. માત્ર 5000 રૂપિયા જ સેટના આપ્યા હતાં.. પ્રવીણે લાખ રૂપિયાની મહેનત કરી હતી. પહેલીવાર પોતાનો' સેટ તૈયાર કરતા પ્રવીણ-શૈલેશ દિલથી કામ કરી રહ્યાં હતાં. મેં ફરી પ્રવીણનો
આભાર’ માન્યો. એને એ ભાર' રૂપ લાગ્યું.
તમે 5000 આપ્યા, બાકી મારો પહેલો સ્વતંત્ર પ્રયત્ન અને તમારા માટેની લાગણીથી મારે તમારાં આશીર્વાદ લઈને જ સેટ કરવો હતો.’
પ્રવીણની આ વાત ગમી. `આશીર્વાદ' આપવા વાળો હું કોણ? આ અંગત વાત કાનને ગમી. બીજાની જીભ અને તમારાં કાન કામમાં લેશો તો તમને જીવનમાં કામ આવે એવી ઘણી વાતો જાણવા મળે.
ખેર! જી.આર. માં ગઈ કાલે માત્ર મ્યુઝિકની `કયું’ કરેલી, આજે લાઈટ અને મ્યુઝિક સાથે રંગદેવતાની પૂજા
કરી જી.આર. શરૂ કરી દીધા. ડોલર અને સુભાષ હજી આવ્યા નહોતા. મનહર પણ પ્રગટ્યો નહોતો. મારે નાટક ઉપર ધ્યાન રાખવાનું હતું, એ જવાબદારી હતી મારી. મેં આ નાટકને જાણે મારી જીંદગી બનાવી લીધી હતી.
જી.આર. શરૂ તો થયા, નાની-મોટી ભૂલો થતા ફરી પાછું `ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ ની જેમ એ ભૂલ સુધારી આગળ વધતા ગયા. સંતોષ થાય એટલે શાંતિ. પરીક્ષા વગર તો શાળા પણ આગળ જવા નથી દેતી તો આ નાટકની જીંદગી કેમ જવા દે?
હિન્દુજામાં અબ્બાસભાઈ પણ આવી ગયા હતા. એ પણ ત્યાં બેઠા હતા. મને કહે, દાદુ,
ચિનગારી’ જેવું સુંદર નાટક કર્યા પછી આવા વિષયમાં કેમ પડ્યાં?’ મેં હસીને એમના તરફ જોયું. હસીને જોવામાં અને જોઇને હસવામાં ફરક હોય છે એ વાતનો એમને અણસાર ન આવ્યો. એમણે તો એમને લાગ્યું એ કહ્યું. જે રીતે નાટક તૈયાર થતું હતું, ભલે ડોલરની વાત `…નાટક તારશે’ મને અભિમાનભરી લાગતી હતી, પણ હવે મને પણ નાટક જોતા એની વાત સાચી લાગવા માંડી હતી.આશા અને વિશ્વાસ ક્યારેય ખોટા નથી હોતા, આપણે નિર્ણય લેવાનો હોય છે કે કોનાથી આશા રાખવી અને કોના પર વિશ્વાસ રાખવો.
આ પણ વાંચો: લોકોના ‘ટોન્ટ’માંથી ‘મોટીવેશનલ’ લેવાનું, ‘ડિપ્રેશન’ નહીં
વાત મધરાત..' વખતે પણ હિતચિંતકો આવા જ ટોણાં મારતા હતા, સફળતા પછી એ બધા ફરી બેઠેલાં.
મને હતું જ, તારી મહેનત એવી સોલીડ હોય છે કે સફળતા મળે જ મળે’.
આજે ભલે અબ્બાસભાઈએ મંતવ્ય જણાવ્યું. મને હવે ખરાબ નથી લાગતું. ..વાત મધરાત,.' હીટ ગયું ત્યારે ખૂબ અંગત વ્યક્તિએ મારો ખભો થાબડીને કહેલું.
તું બહુ નસીબદાર છે’ એ વાક્યમાં ક્યાંક મીઠી અથવા તો કડવી ઈર્ષ્યા હોય જ છે. હું માનું છું કે તમારે માટે લાગણી હોય તો સામેવાળી વ્યક્તિ તમને બે-વાત કરવાની જ પણ અંતે તો આ બે મોઢાળી ભૂમિ. મને થાય કે જયારે હવે નાટક રિલીઝ થવાની ઘડીઓ ગણાય છે ત્યારે નેગેટિવ વાતોને સ્થાન ન આપવું જોઈએ.
ખેર! આગળ કહ્યું એમ હું માં કામ નિષ્ઠાથી કં. લોકો કહે એ હસતા મોઢે સાંભળી લઉં. એમના `અહમ’ને જીવવા દઉં. પેટ પાસે રહેલી પાચનશક્તિ શરીરને સ્વસ્થ રાખે છે, મન પાસે રહેલ સમાધાનશક્તિ સંબંધોને મસ્ત રાખે છે, હું સંબંધો ટકાવી રાખું છું.
ડોલર અને સુભાષ આવી ગયા ત્યારે ફાઈનલ જી.આર. શરૂ થઈ ચુક્યા હતાં. રિહર્સલનો પ્રથમ અંક પૂરો થાય એ પહેલા મનહર પણ આવી ગયો.
પહેલો અંક પૂરો થતા, ઉમેશ પારેખ સ્ટેજ પર બધા કલાકારોને બોલાવી બીજા અંકનું રીડિંગ કરવા બેઠો અને હું, ડોલર, સુભાષ અને મનહર હિન્દુજાના ગ્રીન-રૂમમાં ગયાં.
આ પણ વાંચો: સાત્વિકમ્ શિવમ્ : સફળ લોકો તક શોધે તો અસફળ લોકો બહાનાં
લે-આઉટ સરસ બનેલો. અંજલિ અને જાનીનાં ફોટાઓ સુંદર ગોઠવેલાં. નાટક માટે જા.ખ. અગત્યની હતી જ પણ એ પહેલાં નાટક સાં બને એ પણ એટલું જ અગત્યનું હતું. મનહર થોડો આખાબોલો, પણ હસમુખ. અમારે ગાળ'થી વાતનો વ્યવહાર. એ તડ ને ફડ કરનાર અને હું પ્રેમથી જવાબ આપું. હું અંગત રીતે માનું કે શબ્દમાં એટલી મીઠાશ રાખવી કે પાછા લેવા પડે તો કડવા ન લાગે. જા.ખ. નો લે-આઉટ બધાને ગમ્યો. મારો જીવ તો નાટકમાં ચોંટેલો.
આ એડથી ઓપનિંગ સાં થશેને, દાદુ? ‘ ડોલરે ફરી આશંકા વ્યક્ત કરી. મેં કહ્યું, `ઈશ્વર પર ભરોસો રાખવો. એ બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો બંધ નથી કરતો. તમે નક્કી કરો.’ કહી હું સીધો સ્ટેજ પર પહોંચી ગયો. બીજા અંકથી જી.આર. શરૂ કર્યા…
ડબ્બલ રિચાર્જ
નિર્મલા સીતારામનનું બજેટ ટી.વી. પર ભૂરો શાંતિથી જોઈ રહ્યો હતો. ત્યાં એની પત્ની રસોડામાંથી આવી. પાંચેક મિનિટ બેઠી પછી બોલી, `કોઈ ચેન્જ નથી. ગયા વરસે પણ આ જ સાડી પહેરી’તી.!’