અમરેલી પોલીસ બેડામાં મોટી કાર્યવાહી; એકઝાટકે 14 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

અમરેલી: આજે અમરેલી જિલ્લા પોલીસમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને જિલ્લાના પોલીસ કાફલામાં ખળભળાટ મચી ગયો હતો. અમરેલી જિલ્લા એસ.પી. સંજય ખરાતે ફરજના સમયે ગેરહાજર રહેનારા 14 જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જિલ્લા પોલીસમાં એક મોટી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાવરકુંડલાના ASP વલય વૈદ્યે વિવિધ ગાર્ડ પોઈન્ટ્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને આ દરમિયાન 14 પોલીસકર્મીઓ ફરજ પર ગેરહાજર મળી આવ્યા હતા.
આ પણ વાંચો: અમરેલી લેટર કાંડઃ જિલ્લા પોલીસ વડાએ શું કરી મોટી કાર્યવાહી? જાણો વિગત…
આ દરમિયાન તમામ પ્રકારની ગાર્ડ ચેક કરતા 14 જેટલા પોલીસ કર્મચારીઓ વગર રજાએ અને સક્ષમ અધિકારીની મંજુરીવીના મનસ્વી રીતે ગેરહાજર મળી આવ્યા હતા. તે પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામા આવી હતી. SP સંજય ખરાતે તમામને સસ્પેન્ડ કર્યા છે.
આ પોલીસકર્મીઓમાં જેલ ગાર્ડ, સિવિલ પ્રીઝનલ ગાર્ડ, ટ્રેજરી ગાર્ડ, વેરહાઉસ ગાર્ડ, SP કચેરી ગેટ, ઇમરજન્સ સીવિલ ગાર્ડ અને કોર્ટ પરીસર ગાર્ડનો સમાવેશ થાય છે.