રશ્મિકા મંદાનાએ જે ફિલ્મોને નકારી એ બ્લોકબસ્ટર રહી હતી, જાણી લો ફિલ્મની યાદી

બોલીવુડની ફિલ્મોમાં ભલે કોઈ અભિનેત્રી ચાલે કે નહીં, પરંતુ તેમના કામની અચૂક નોંધ લેવાતી હોય છે. છેલ્લે સિકંદર ફિલ્મ ચાલી નહીં, પરંતુ ફિલ્મમાં રશ્મિકાના અભિનયની નોંધ લેવાઈ હતી. રશ્મિકા મંદાના દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી છે, પરંતુ હવે તે હિન્દી ફિલ્મોમાં પણ કમાલ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેમની બધી ફિલ્મો હીટ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે અભિનેત્રીએ તેની કરિયરમાં ઘણી બધી ફિલ્મોને નકારી કાઢી હતી, જેમાંથી કેટલીક ફિલ્મો પછીથી હીટ સાબિત થઇ હતી તો કેટલીક તો બની જ નહોતી.
માસ્ટર

વર્ષ 2021માં રશ્મિકા મંદાનાએ ‘માસ્ટર’ ફિલ્મની ઓફર નકારી કાઢી હતી. અહેવાલ મુજબ, મંદાનાએ તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ ફિલ્મ નકારી હતી. રશ્મિકા પછી માલવિકા મોહન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતી.
જર્સી

રશ્મિકાને શાહિદ કપૂરની ફિલ્મ ‘જર્સી’માં શાહિદ કપૂરની પત્ની વિદ્યા તલવારની ભૂમિકા ભજવવાની ઓફર મળી હતી. પરંતુ અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હોવાને કારણે રશ્મિકાએ ફિલ્મ નકારી કાઢી હતી.
બીસ્ટ

રશ્મિકાને સુપરસ્ટાર વિજયની ફિલ્મ ‘બીસ્ટ’ માટે પણ ઓફર મળી હતી. રશ્મિકાએ આ ઓફરનો ઇનકાર કરતા , પૂજા હેગડેને આ ભૂમિકા મળી હતી.
‘ગેમ ચેન્જર’

રશ્મિકાને રામ ચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ જ્યારે અભિનેત્રીએ ના પાડી ત્યારે કિયારા અડવાણીને આ ફિલ્મમાં લેવામાં આવી હતી.
ગંગુબાઈ કાઠિયાવાડી

ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પહેલા સંજયલીલા ભણસાલી એક ફિલ્મ બનાવી રહ્યા હતા. આમાં તે રશ્મિકા સાથે રણદીપ હુડ્ડાને કાસ્ટ કરવાના હતા, પરંતુ પછી અભિનેત્રીએ વ્યસ્તતાને કારણે તેને નકારી કાઢી હતી.
કિરિક પાર્ટી

રશ્મિકા મંદાનાએ ફિલ્મ કિરિક પાર્ટીથી ડેબ્યૂ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેને તેની હિન્દી રિમેક પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ અભિનેત્રીએ ના પાડી દીધી.
આગામી હિન્દી ફિલ્મ

છેલ્લે ‘સિકંદર’ ફિલ્મમાં જોવા મળેલી રશ્મિકાની હવે ઘણી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. તે આયુષ્માન સાથે હોરર કોમેડી ફિલ્મ થમામાં જોવા મળશે. આ ઉપરાંત તે દક્ષિણની ફિલ્મો સિવાય ‘પુષ્પા 3’, ‘કુબેર’, ‘ધ ગર્લફ્રેન્ડ’માં પણ જોવા મળશે.