ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો: ઘણાં શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ થયા ઓછા
મુંબઇ: દેશની તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સહિત ઘણાં શહેરોમાં પેટ્રોલ ડિઝલના ભાવ સ્થિર રહ્યાં છે. જ્યારે વારાણસી, પ્રયાગરાજ સહિત નોઇડા અને બિહારમાં ઇંધણના ભાવમાં ફેરબદલ થયો છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 રુપિયા અને ડિઝલ 89.62 રુપિયા લીટર છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલ 106,.31 રુપિયા અને ડિઝલ 94.27 રુપિયા લીટર વેચાઇ રહ્યું છે. કોલકત્તામાં પેટ્રોલ 106.03 રુપિયા અને ડિઝલ 92.76 રુપિયા લિટર વેચાઇ રહ્યું છે. ચેન્નઇમાં પેટ્રોલ 102.74 રુપિયા અને ડિઝલ 94.33 રુપિયા લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થયો છે. અઠાવાડિયાના પહેલાં દિવસે ડબ્લ્યૂટીઆઇ ક્રુડ ઓઇલ 0.72 ટકા વધીને બેરલ દીઠ 87.45 ડોલર છે.
બ્રેંટ ક્રુડ ઓઇલમાં 1.30 ટકાનો ઘટાડો થયો છે અને હવે તેની કિંમત બેરલ દીઠ 91.31 ડોલર છે.એક્સપર્ટ્સનું માનવું છે કે યુદ્ધની સ્થીતીને કારણે ક્રુડ ઓઇલ બેરલ દીઠ 100 ડોલરનો આંકડો પાર કરી શકે છે.
આ શહેરોમાં બદલાયા ઇંધણના ભાવ
- નોઇડા અને ગ્રેટર નોઇડામાં પેટ્રોલ 97 રુપિયા લીટર અને ડિઝલ 89.81 રુપિયા લિટર વેચાઇ રહ્યું છે.
- લખનઉમાં પેટ્રોલ 96.62 રુપિયા લીટર અને ડિઝલ 89.81 રુપિયા લીટર વેચાઇ રહ્યું છે.
- ગોરખપુરમાં પેટ્રોલના ભાવ બે પૈસા ઘટીને 96.79 રુપિયા અને ડિઝલ 89.97 રુપિયા લીટર છે.
- પ્રયાગરાજમાં પેટ્રોલની કિંમત 14 પૈસા ઘટીને 96.52 રુપિયા લિટર અને ડિઝલ 13 પૈસા ઘટીને 89.73 રુપિયા લીટર વેચાઇ રહ્યું છે.
- વારાણસીમાં પેટ્રોલની કિંમત 21 પૈસા વધીને 96.89 રુપિયા લીટર અને ડિઝલ 90.08 રુપિયા લીટર વેચાઇ રહ્યું છે.
- રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલ 108.48 રુપિયા લીટર અને ડિઝલ 93.72 રુપિયા લીટર વેચાઇ રહ્યું છે.
- બિહારના પટનામાં પેટ્રોલના બાવમાં 18 પૈસાનો ઘટાડો થઇ 107.24 રુપિયા લીટર અને ડિઝલ 94.04 રુપિયા લીટર વેચાઇ રહ્યું છે.