નેશનલ

2024ની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવી એ સૌથી મોટી દેશભક્તિ છેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે નવી દિલ્હીમાં પોતાની વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે આજે સૌથી મોટું દેશભક્તિનું કામ 2024માં ભાજપને સત્તા પરથી હટાવવાનું છે. ભાજપ જશે તો જ દેશ આગળ વધશે.


અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 2014 અને 2019માં દેશની જનતાએ તેમને જંગી બહુમતી આપીને વિજયી બનાવ્યા. તેમની પાસે તક હતી તેઓ દેશને જબરદસ્ત પ્રગતિના માર્ગ પર લઈ જઈ શક્યા હોત. પરંતુ આજે સમગ્ર દેશમાં વાતાવરણ ખરાબ થઈ ગયું છે. આજ બધે લડાઈઓ ચાલે છે, આટલી ગુંડાગીરી, આટલી લડાઈ, આટલી લૂંટ… ક્યાંય શાંતિ જોવા મળતી નથી અને જો શાંતિ ન હોય તો દેશ પ્રગતિ કરી શકતો નથી.


અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો ઈન્ડિયા એલાયન્સ ટકી રહેશે તો 2024માં ભાજપની સરકાર નહીં બને. અત્યાર સુધી લોકો કહેતા હતા કે કોઈ વિકલ્પ નથી, પરંતુ હવે લોકો ઈન્ડિયા અલાયન્સને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જ્યારથી ઈન્ડિયા એલાયન્સની રચના થઈ છે ત્યારથી મને ઘણા લોકો તરફથી સંદેશો મળ્યો છે કે જો ઈન્ડિયા એલાયન્સ ટકી રહેશે તો 2024માં તેમની સરકાર ફરી નહીં બને.


અરવિંદ કેજરીવાલે કહ્યું, અંધ ભક્તો સાથે માથાકૂટ ના કરો, દેશભક્તો સાથે વાત કરો. જે પણ દેશભક્ત હશે તે તમારી વાત સાંભળશે, તમારી સાથે વાત કરશે. જેઓ અંધ ભક્તો છે તેમને દેશ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ માત્ર એક જ માણસને પ્રેમ કરે છે અને 2 મિનિટમાં તમને ખબર પડી જશે કે કોણ દેશભક્ત છે અને કોણ આંધળો ભક્ત. જે આંધળો ભક્ત છે તે દેશભક્ત ન હોઈ શકે અને જે દેશભક્ત છે તે આંધળો ભક્ત ન હોઈ શકે. દરેક ઘરે જઈને લોકો, તમારા સંબંધીઓ અને તમારી કોલોનીના લોકો સાથે વાત કરવાની જવાબદારી તમારી છે. જો તમારે પ્રગતિ જોઈતી હોય તો આ વખતે તેમને ભગાડો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button