જન્નત ઝુબેરે વધુ એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ

જાણીતી અભિનેત્રી જન્નત ઝુબેરનો લૂક ચાહકોને ગમે છે, જ્યારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને લાખો રુપિયા કમાય છે. જન્નત ઝુબૈર એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને સોશિયલ મીડિયા પર તેની ખુબ મોટી ફેન ફોલોઇંગ છે. આ બાબતમાં તે બોલીવુડના કિંગ ખાનથી પણ આગળ છે. જન્નત પણ તેના ચાહકો માટે તેના સુંદર ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના અત્યાર સુધીના સૌથી ગ્લેમરસ પૈકીના એક વધુ ફોટોશૂટ કરાવ્યું છે જેને લઈ ચર્ચામાં આવી છે.

જન્નતે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. અભિનેત્રી કાળા કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જન્નતે કાળા લાંબા ડ્રેસ સાથે ગ્લેમ મેકઅપ કર્યો છે અને તેણે વાળમાં ઊંચો બન બનાવ્યો છે. અભિનેત્રીના ચહેરા પર લટકતી લટો ચાહકોને ઘાયલ કરે છે.

જન્નતે હાથમાં બ્લેક મોજા પહેર્યા છે અને કાન અને ગળામાં હીરાની નાજુક જવેલરી પહેરી છે. આ લુકમાં અભિનેત્રી ખરેખર અદ્ભુત લાગી રહી છે. આ લુકમાં જન્નતે અનેક પોઝ આપ્યા છે. જન્નતના કાળા ડ્રેસમાં તસવીરો અને તેનો કિલર લુક્સ જોઈને ચાહકો પણ દિવાના થઈ રહ્યા છે અને અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. આ પહેલી વાર નથી, અભિનેત્રી હંમેશા તેના ચાહકોને તેના સુંદર ફોટાઓથી પ્રભાવિત કરે છે.

તમને જણાવી દઈએ કે જન્નત ઝૂબેર ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો, ત્યાર બાદ તેને અનેક ટીવી સીરિયલમાં કામ કર્યુ હતું. જન્નત ઝુબેરે અગાઉ રોહિત શેટ્ટીના શૉ ખતરો કે ખિલાડી-બારમાં એક કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. જન્નત ઝુબેરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 39 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે, જેઓ અભિનેત્રીની દરેક પોસ્ટ અને તસવીરને પસંદ કરે છે અને દિલથી કમેન્ટ પણ કરે છે.