હેલ્થ

વજન ઘટાડી રહ્યા હોવ તો દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

રોટલી એ આપણા દરેક ભારતીયોની ડાયેટનો મોટો હિસ્સો છે. લંચ હોય કે ડિનર જ્યાં સુધી થાળીમાં ગરમાગરમ ફૂલકા અને રોટલીઓ ના આવે ત્યાં સુધી જમવાનું પૂરું જ ના થાય. જ્યારે રોટલી આપણે શાકભાજી કે સલાડ સાથે ખાવામાં આવે તો તે એક બેલેન્સ્ડ ડાયેટ ગણાય છે. ઘઉંની રોટલીમાં કાર્બ્સનું પ્રમાણ વધારે હોય છે એટલે વજન વધવાનું જોખમ પણ રહેલું છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે કેટલી રોટલી ખાવી જોઈએ? ચાલો તમને આ સવાલનો જવાબ પણ આપી જ દઈએ…

એક રોટલીમાં હોય છે 80 કેલરી

ભારતીય પરિવારોમાં ઘઉંની રોટલી ખાવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ફાઈબર અને કાર્બ્સ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ફાઈબર પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે, પરંતુ વધારે રોટલી ખાવું એ વજન વધવનાનું કારણ પણ બની શકે છે. હવે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ એનું કોઈ ચોક્કસ પ્રમાણ તો નથી, પરંતુ તમે દિવસમાં કેટલી કેલરી ખાવ છો એના પર તમે રોટલીનું પ્રમાણ ઓછું વધું કરી શકો છો. છ ઈંચની એક રોટલીમાં આશરે 80 કેલરી હોય છે, એવી પરિસ્થિતિમાં જો તમે લંચમાં 300 કેલરી લો છો તો બે રોટલીમાં 160 કેલરી હોય છે. બાકીની કેલરી તમે શાકભાજી, સલાડ કે દહીં વગેરેમાંથી મેળવી શકો છો.

આ પણ વાંચો: વજન ઘટાડવા સલાડ ખાવ છો? આટલી બાબતો રાખજો ધ્યાનમાં નહિતર ફાયદાનાં નામે મળશે ઝીરો…

કેટલી રોટલી ખાવી જોઈએ આ રીતે કરો નક્કી

નિષ્ણાતોના મતે વજન ઘટાડવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ એનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી, પણ તમારે એને તમારી રીતે નક્કી કરવું જોઈએ. આ સિવાય કેલરી ઈન્ટેકના હિસાબે જોઈએ તો એક પુખ્ય વયની મહિલાને 1400 કેલરીની જરૂર હોય છે, જ્યારે પુરુષોને 1700 કેલરીની જરૂર હોય છે. જોકે, એ પણ તમારી ફિઝિકલ એક્ટિવિટી પર આધાર રાખે છે. તમે તમારી ડેઈલી કેલરીની હિસાબે પણ રોટલીનું પ્રમાણ નક્કી કરી શકો છો.

રોટલી ખાતી વખતે રાખો આ વાતનું ધ્યાન

  • સૌથી પહેલાં તો પ્રયાસ કરો કે રોટલી તમે હંમેશા લંચમાં જ ખાવ
  • સાંજે ચાર વાગ્યા બાદ રોટલી ખાવાનું ટાળો
  • ઘઉંને બદલે જુવાર, નાચણી, બાજરી કે અન્ય કોઈ ધાન્યની રોટલી ખાવાનું રાખો
  • જો તમે ઘઉંની રોટલી ખાવ છો તો તમારા ડાયેટમાં ખૂબ વધુ માત્રામાં શાકભાજી, સલાડ, દહીં અને છાશ જેવી
    વસ્તુઓનો સમાવેશ કરો, જેથી તમને કાર્બ્સની સાથે સાથે જરૂરી પોષક તત્ત્વો પણ મળી શકે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button