જૈન મરણ
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ મલાડ સ્વ. જયાબેન નગીનદાસ સવચંદ શાહના પુત્ર જયેશભાઇ (ઉં.વ.૬૫) તે ૨૦/૧૦/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે પન્નાબેનના પતિ, જૈનાના પિતા, પારૂલ યોગેશ મહેતાના ભાઈ, સ્વ. કાંતાબેન ચંદુલાલ શાહ અમદાવાદના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના શામજી (જખુ) દેઢીયા (ઉં.વ. ૮૧), તા. ૨૦/૧૦ના અવસાન પામેલ છે. મેઘબાઇ મોરારજી દેરાજના સુપુત્ર. સુશીલાના પતિ. પરેશ, અતુલ, જીજ્ઞેશના પિતા. પુષ્પા, રમણીક, નરેન્દ્ર, મનોજના મો. ભાઇ. બિદડાના હીરબાઇ પ્રેમજી ગાંગજીના જમાઇ.પ્રાર્થના રાખેલ નથી. નિ. સુશીલા શામજી, ૩ નિલકંઠ મહાદેવ, ગોપાલ નગર-૨, ડોંબીવલી (ઇ.)
ઝાલાવાડ શ્ર્વે. મૂ. જૈન
ચોટીલા હાલ ઘાટકોપર અ. સૌ. શર્મિષ્ઠાબેન લલિતકુમાર શાહના સુપુત્ર ચિ. જયેશભાઇ (ઉં. વ. ૫૨) તે નેહલબહેનના પતિ. શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. ભાઇ જશ તથા કાવ્યાબેનના પિતાશ્રી. સેજલબેન મનીષકુમાર શાહ, સ્વાતીબેન મીતુલકુમાર જોબાલીયાના મોટાભાઇ. ટીકર (પરમાર) હાલ થાણા, શાહ જયંતિભાઇ નગીનદાસના જમાઇ. પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૩-૧૦-૨૩ના લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ), ૩-૩૦થી ૫.
પાટણ જૈન
ખડા ખોટડી પાડો, પાટણના હાલ મુંબઇ ડોકટર હસમુખભાઇ જયંતીલાલ શ્રોફ (ઉં. વ. ૮૪) રવિવાર, તા. ૨૨-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે રેણૂબેનના પતિ. ઇલાબેન અને જયોત્સનાબેનના ભાઇ. શીતલ અને કૌશલના પિતાશ્રી. કેયુલ, બીજલના સસરા. કમળાબેન અમરતલાલ શાહના જમાઇ. આરવ અને આહાનાના દાદાજી. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૩-૧૦-૨૩ના સાંજે ૫થી ૭. ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઇ.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કોઠી કુદળી નિવાસી હાલ મીરારોડ સ્વ. શાંતાબાઇ સ્વામીના સંસારી પુત્ર મનહરલાલ મોતીલાલ ગોસાલીયા (ઉં. વ. ૮૯) તે સ્વ. કુંદનબેનના પતિ. રશ્મિબેન ભૂપેન્દ્રકુમાર કોઠારી, વિપુલભાઇ, કુશલભાઇના પિતાશ્રી. સોનલબેન, અલ્પાબેનના સસરા. સ્વપ્ના સુમંત લોહિયા, કેયુર તથા મનના દાદા. રાજકોટ નિવાસી સ્વ. ત્રિભોવનભાઇ ભગવાનજી કોઠારીના જમાઇ શનિવાર તા. ૨૧-૧૦-૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.