હિન્દુ મરણ
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય
સહસ્ત્ર બ્રાહ્મણ
હળવદ નિવાસી સ્વ. પરસોત્તમભાઈ અને સ્વ. લાભુબહેન ઠાકરના દીકરા અનંતભાઇ ઠાકર (ઉં.વ.૯૦)નો તા.૨૧.૧૦.૨૦૨૩ શનિવારે સ્વર્ગવાસ થયો છે. તે મધુબહેનના પતિ. દીપક ઠાકર, દેવેન ઠાકર, રીટા રાવલના પિતા. ગીતા ઠાકર, જાસ્મિન ઠાકર, રાજેશ રાવલના સસરા. સ્વ. અરુણાબેન વ્યાસ, સ્વ. પ્રવીણ ઠાકર, વિનોદિની રાવલ, સ્વ. પ્રમોદ ઠાકર, હરીશ ઠાકર, પ્રદીપ ઠાકરના ભાઈ. બેસણું બ્રાહ્મણની ભોજનશાળા, હળવદમાં તા.૨૩.૧૦.૨૦૨૩ના સોમવારે ૪ થી ૫ રાખેલ છે, ભાઈઓ અને બહેનોનું સાથે જ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
જંબુસર વિશા લાડ વણિક
જંબુસર નિવાસી હાલ મુંબઈ અ. સૌ. મંજરીબેન સુનિલ શાહ (ઉં.વ.૬૪) તે સુનિલભાઈ રમણલાલ શાહના ધર્મપત્ની, શ્યામસુંદર તથા હંસાબેન પરીખના પુત્રી, ૨૦/૧૦/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ધ્રુવ તથા નેહાના માતુશ્રી, પ્રકાશ તથા નેન્સીના સાસુ, ધ્વનિ તથા મીરાયાના દાદી. તેમની પ્રાર્થનાસભા ૨૩/૧૦/૨૩ ના રોજ ૪.૩૦ થી ૬.૩૦ કલાકે હાલાઇ લોહાણા બાળાશ્રમ હોલ,અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેનશન રોડ, કાંદિવલી વેસ્ટ ખાતે રાખેલ છે.
કચ્છી ગિરનારાયણ બ્રાહ્મણ
કચ્છ નલિયાના હાલ વિરાર રશ્મિ (ઉં.વ.૬૯) તે સુરેશભાઈ લહેરિલાલ જાનીના ધર્મપત્ની, કેયુર તથા ઈશાના માતુશ્રી, સુપ્રીયાના સાસુ, વૃદ્ધિના દાદી, સ્વ. વિદ્યાગૌરી તથા પ્રાણવલ્લભ કલ્યાણજી ભટ્ટના પુત્રી. ૨૦/૧૦/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી ઘોઘારી દશાશ્રીમાળી વૈષ્ણવ
ગારિયાધાર નિવાસી, હાલ ઘાટકોપર – મુંબઇ, શ્રી પ્રકાશચંદ્ર મનોરદાસ મહેતા, (ઉં. વ. ૮૯), સ્વ. રમીલાબેનના પતિ, સ્વ.ઇશ્ર્વરભાઇ, રશ્મિભાઇ, હરેશભાઇના ભાઇ, હિતેન, પરેશ, હિમાંશુ,હર્ષા (નેહા)ના પિતાશ્રી, રીટાબેન, માલાબેન, ફાલ્ગુનીબેન, નીતિનભાઇ ગાંધીના સસરા,મોહનલાલ લક્ષ્મીચંદ્ લાકડાવાલા (ભરૂચ)ના જમાઇ, તારીખ ૨૧/૧૦/૨૩, શનિવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા:
અંજાર નિવાસી સ્વ: ઠાકરશી માધવજી સકરાની અને સ્વ: શાંતાબેન ઠાકરશી સકરાનીના સુપુત્ર ચંદ્રકાન્ત ઠાકરશી સકરાની તે (ઉં.વ.૭૫) તા: ૧૫/૧૦/૨૦૨૩ રવિવાર ના શ્રીજી શરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ, તે શક્તિ જતીન ઠક્કર, દીપ્તિ કલ્પેશ ઠક્કરના પિતા, તે સ્વ: જયંતીભાઈ, સ્વ: રામેશભાઈ, સ્વ: અરવિંદભાઈ, પંકજભાઈ, કમલેશ ભાઈ, નીતા અરુણ લોહાણા તથા જગદીશ કરસનદાસ સકરાનીના ભાઈ , તે યાજત, ચાહવી, મુસ્કાનના નાના , સ્વ: છગનલાલ સુંદરજી મીરાનીના જમાઈ. પ્રાર્થના સભા રાખેલ નથી . લોકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
સાવરકુંડલા હાલ વસઇ સ્વ બાબુલાલ કેશવજી મશરૂનાં ધર્મપત્ની શારદાબેન (ઉં. વ. ૯૦) તે રમેશભાઇ, કિરીટભાઇ, સ્વ. કલ્પનાબેન નરેશકુમાર વડેરા, જયશ્રીબેન અશોકકુમાર ભિંડેના માતુશ્રી. વનીતાબેન અને રેખાબેનના સાસુ. ભાવિન, જીગર, વિજેતા અતીનકુમાર સેલાણી, ચાર્મી સુમિત નાયકના દાદી. તથા ભાવેશ, હાર્દિક, દિપેન, વૈશાલીના નાની. તા. ૨૨-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૩-૧૦-૨૩ના ૪-૩૦થી ૬. ઠે. ૩૦૩, એ-વિંગ, ચૌધરી હોમ્સ, મ્યુનિસિપલ હોસ્પિટલની સામે, વસઇ (વેસ્ટ), (જી. પાલઘર) ખાતે રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
સામતેર નિવાસી સ્વ. મનમોહનદાસ હરગોવિંદદાસ શાહના ધર્મપત્ની ગં. સ્વ. નિર્મળાબેન (ઉં. વ. ૮૨) તે સ્વ. પ્રકાશ, ઉદય, મીનાબેન બીપીન શાહ, કુંજલતા બીપીન શાહ, કિરણ બીહારી મહેતા, તેમ જ હર્ષા ચંદ્રકાંત શેઠના માતુશ્રી. ગં. સ્વ. રક્ષા તેમ જ પ્રીતિના સાસુ. તે દેવિકા હર્ષદ શાહ, હર્ષ, ધ્રુમિલના દાદી. સ્વ. નિરંજનભાઇ, સ્વ. કાંતાબેન ધીરજલાલ મહેતા, સ્વ. યશુમતિબેન સુરેશચંદ્ર મહેતાના ભાભી. ટીંબી નિવાસી સ્વ. કેસુરદાસ માધવજીના દિકરી. સ્વ. શશીકાંતભાઇ, જીતેન્દ્રભાઇ, કનુબેન, પુષ્પાબેન, વિમળાબેન, સ્વ. રમીલાબેન, તારાબેન, ગીતાબેનના બેન તા. ૨૦-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. શંકરલાલ વિશ્રામ ઠક્કર ગામ કોઠારા હાલ વડાલાના ધર્મપત્ની દમયંતી (ઉં.વ.૮૩) તા. ૨૧-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. સાકરબાઇ ધરમસી કરસનદાસ ઠક્કર, ગામ ખારી રોડ અંજારના પુત્રી. તે સ્વ. કુમાર, સુધા, હેમંત (પપ્પુ)ના માતા. તે મીના, ચંદ્રેશ, રાજુલ (ડોલી)ના સાસુ. તે મિતાલી, શિવાની સૌરભ શાહ, દેવાંશના દાદી. તે કાનવ, તનયના નાની. ભાનુ કિશોરભાઇ ઠક્કર, ઉષા અશ્ર્વિનભાઇ ગણાત્રા, વીણા હરીશભાઇ પાંધીના ભાભી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.