
મુંબઈ : વૈશ્વિક શેરબજારોમા ટેરિફ વોરના તણાવ વચ્ચે આજે ભારતીય શેરબજાર ફ્લેટ જોવા મળી રહ્યું છે. શેરબજારની શરૂઆતમા સેન્સેક્સ 76.27 પોઈન્ટના ઘટાડા સાથે 76,968.02 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ નિફ્ટી પણ 35.35 પોઈન્ટના ઘટાડા સાથે 23,401.85 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યું. બુધવારે સેન્સેક્સ 261.89 પોઈન્ટના વધારા સાથે 76,996.78 પોઈન્ટ પર ખુલ્યો હતો અને નિફ્ટી 15.55 પોઈન્ટના નજીવા વધારા સાથે 23,344.10 પોઈન્ટ પર ખુલ્યો હતો. ગઈકાલે ટ્રેડિંગના અંતે બંને મુખ્ય બજાર સૂચકાંકો સારા વધારા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સની 30 માંથી 9 કંપનીઓના શેરના ભાવ વધ્યા
ગુરુવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 9 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા અને બાકીની બધી 21 કંપનીઓના શેરમા ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીની 50 કંપનીઓમાંથી ફક્ત 8 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા. જ્યારે બાકીની 41 કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે ખુલ્યા અને 1 કંપનીનો શેર કોઈપણ ફેરફાર વિના ખુલ્યો. સેન્સેક્સ કંપનીઓમાં, આઇસીઆઇ બેંકના શેર આજે સૌથી વધુ 1.11 ટકાના વધારા સાથે ખુલ્યા અને એચસીએલ ટેકના શેર સૌથી વધુ 2.18 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
સેન્સેક્સની બાકીની કંપનીઓમા પણ વધારો ઘટાડો
સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સની બાકીની કંપનીઓમાં, ભારતી એરટેલના શેર 0.53 ટકા, સન ફાર્મા 0.43 ટકા, અદાણી પોર્ટ્સ 0.39 ટકા, એચડીએફસી બેંક 0.38 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.27 ટકા, પાવર ગ્રીડ 0.20 ટકા, એક્સિસ બેંક 0.09 ટકા અને એનટીપીસી ના શેર 0.03 ટકાના વધારા સાથે ખુલ્યા. જ્યારે, ઇન્ફોસિસના શેર 1.77 ટકા, ટેક મહિન્દ્રા 1.60 ટકા, ટીસીએસ 1.55 ટકા, ટાટા સ્ટીલ 1.50 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.15 ટકા, ટાઇટન 0.70 ટકા, બજાજ ફાઇનાન્સ 0.67 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.66 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.62 ટકા, ઇટરનલ 0.59 ટકા, કોટક મહિન્દ્રા બેંકના શેર 0.56 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.
અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ
વૈશ્વિક સ્તરે, ટેરિફ તણાવ તીવ્ર બનતા બજારો નવા વલણમાથી પસાર થઈ રહ્યા છે. જેમાં અમેરિકાએ ચીની માલ પર ટેરિફ વધારીને 245 ટકા કર્યો છે. વૈશ્વિક નબળાઈ વચ્ચે ભારતીય બજારમાં હળવો હકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ ભારતને નુકસાન નહીં પરંતુ ફાયદો કરાવશે.
આપણ વાંચો: ભારત ટેરિફના ફટકામાંથી બહાર આવી જનાર પ્રથમ મુખ્ય શેરબજાર બન્યું!